અમેરિકામાં 30 વર્ષ જુની એક ચર્ચ હવે બનશે મંદિર, વાંચો વધુ વિગતો…

વોશિગ્ટનઃ અમેરિકાની એક 30 વર્ષ જુની ચર્ચ હવે મંદિર બની જશે. સ્વામીનારાયણ મંદિર બનાવવા માટે વર્જિનિયાના પોર્ટ્સમાઉથ સ્થિત ચર્ચને ખરીદવામાં આવી છે. સૌથી પહેલા ચર્ચને મંદિરનું રુપ આવમાં આવશે ત્યારબાદ તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

(પ્રતિકાત્મક ફોટો)

આ ચર્ચને અમદાવાદના સ્વામીનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સ્વામિનારાયણ મંદિરમાં પરિવર્તિત કરવામાં આવશે. વર્જિનિયા પહેલા કેલિફોર્નિયા, લુડ્સવિલે, લોસ એન્જલસ, ઓહિયો વગેરે જગ્યાઓ પર ચર્ચની જગ્યાએ મંદિર બનાવવામાં આવ્યું છે. આ પ્રકારે લંડન અને બોલ્ટન સાથે જ કેનેડાના ટોરેન્ટોમાં પણ ચર્ચની જગ્યાએ મંદિર બનાવવામાં આવ્યું છે.

સંસ્થાનના મહંત ભગવતપ્રિયદાસ સ્વામીએ જણાવ્યું કે સંસ્થાનના આધ્યાત્મિક પ્રમુખ પુરુષોત્તમપ્રિયદાસ સ્વામીના નેતૃત્વમાં અમેરિકાની 30 વર્ષ વર્ષ જુની ચર્ચમાં પરિવર્તન કરીને ત્યાં મંદિર બનાવવામાં આવી રહ્યું છે.

(પ્રતિકાત્મક ફોટો)

સ્વામીએ જણાવ્યું કે વર્જિનિયામાં હરિભક્તો માટે આ પહેલું મંદિર હશે. તેમણે જણાવ્યું કે ચર્ચને મંદિરમાં પરિવર્તિત કરવા માટે કોઈ મોટા બદલાવ કરવાની જરુર નહી પડે કારણ કે પહેલાથી જ આ કોઈ અન્ય ધર્મ માટે આધ્યાત્મિક જગ્યા હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર સંભવતઃ વર્જિનિયામાં 10 હજાર ગુજરાતી લોકો રહે છે. અહીંયા જે ચર્ચને ખરીદવામાં આવી છે તે 5 એકડમાં ફેલાયેલી છે અને 18 હજાર સ્ક્વેર ફૂટમાં તેનું નિર્માણ થયું છે.