વિશ્વના 25 દેશો થયા કોરોના-મુક્તઃ આ રહ્યું લિસ્ટ

વેલિંગ્ટનઃ વિશ્વભરમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. અત્યાર સુધીમાં વિશ્વના દેશોમાં 4 લાખથી વધારે લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. તો 73 લાખથી વધારે લોકો સંક્રમિત છે. આ બધા વચ્ચે સારા સમાચાર એ છે કે, વિશ્વના 25 જેટલા દેશો એવા છે કે જે કોરોના વાયરસથી મુક્ત થઈ ચૂક્યા છે. આ લિસ્ટમાં તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડનો સમાવેશ થયો છે. અહીંયા કોરોના વાયરસનો છેલ્લો દર્દી ગઈકાલે સ્વસ્થ થયો હતો.  આ 25 દેશોમાં કોરોના વાયરસનો એકપણ એક્ટિવ કેસ નથી. જો કે, આ દેશોએ હજી પણ સંક્રમણને લઈને આપવામાં આવેલી સુરક્ષા ગાઈડલાઈન્સનું પાલન કરવું જરુરી છે. આ દેશોમાં કોરોના વાયરસના ખાત્માએ દુનિયાના અન્ય દેશોને પોતાની લડાઈ અને વધારે ધારદાર તેમજ પ્રભાવી બનાવવા માટે પ્રોત્સાહિત પણ કર્યા છે.

કોરોના-મુક્ત દેશોનું લિસ્ટ

  • ન્યૂઝીલેન્ડ
  • પાપુઆ ન્યૂ ગિની
  • સેશેલ્સ
  • ફિજી
  • ત્રિનિડાડ એન્ડ ટોબેગો
  • લાઓસ
  • વેટિકન સિટી
  • ગ્રીનલેન્ડ
  • મકાઓ
  • માંટેનિગ્રો
  • ઈરિટ્રિયા
  • બ્રિટિશ વર્જિન આઈલેન્ડ
  • અંગ્વેલિયા
  • સેંટ બાર્થ
  • કેરેબિયન નેધરલેન્ડ
  • મોન્ટસેરાટ
  • ટકર્સ એન્ડ સાઈકોઝ
  • સેન્ટ કીટ્સ એન્ડ નેવિસ
  • તિમોર લેસ્ટે
  • ફ્રેંચ પોલેનેશિયા
  • અરુબા
  • ફાઈરો આઈલેન્ડ
  • આઈલે ઓફ મેન

પ્રાપ્ત વિગતો અનુસાર, બુધવારે સવાર સુધીમાં દુનિયાભરમાં આ મહામારીના કારણે 7,316,944 જેટલા લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તો 413,627 જેટલા લોકોએ આ મહામારીના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. વિશ્વભરમાં કોરોના વાયરસથી સાજા થનારા દર્દીઓનો આંકડો પણ વધીને 3,602,502 સુધી પહોંચી ગયો છે.