મેક્સિકો સિટીઃ મેકિસકોના પાટનગરમાં સોમવારે એક પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટના સોમવારે રાત્રે મેટ્રો લાઇન પર થઈ હતી, જ્યારે પુલ પરથી મેટ્રો ટ્રેન પસાર થઈ રહી હતી. આ દુર્ઘટનામાં 23 લોકોનાં મોત થયાં હતાં અને 70 લોકો ઇજાગ્રાસ્ત થયા હતા, એમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. આ ઘટનાસ્થળે પહોંચેલાં મેયર ક્લાઉડિયા શિનબૌમે જણાવ્યું હતું કે પુલનો થાંભલો તૂટવાથી આ દુર્ઘટના બની હતી. આ થાંભલો તૂટવાથી પુલનો હિસ્સો રસ્તા પર તૂટી પડ્યો હતો, જેનાથી કાટમાળમાં કેટલીય કારો દબાઈ ગઈ હતી.
આ દુર્ઘટનાનાં કારણોને જાહેર કરવા માટે એની તપાસ કરવામાં આવશે, જે દુર્ઘટના બની છે, એનાથી અમને બહુ દુઃખ છે, એમ તેમણે કહ્યું હતું. એક મેટ્રો લાઇન-12માં મેટ્રોની કેટલીક ગાડીઓ કેટલાય મીટરથી ઘસડાઈ હતી અને એકબીજા સાથે ટકરાઈ હતી, સોશિયલ મિડિયા પરના વિડિયોમાં એ જોવા મળી રહ્યું છે. આ ઘટના સ્થાનિક સમય અનુસાર રાતે સાડા 10 કલાકે થઈ હતી. આ દુર્ઘટના પછી રાહત બચાવ કાર્ય જારી છે.
પ્રારંભિક તપાસમાં માલૂમ પડ્યું છે કે પુલના હિસ્સામાં નીચે રસ્તો આપવા દરમ્યાન આ દુર્ઘટના બની હતી, એમ તેમણે કહ્યું હતું. આ લાઇન બનાવવામાં કેટલાય પ્રકારના ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. આ લાઇન 12નું ઉદઘાટન લાંબા સમય પછી વર્ષ 2014માં થયું હતું અને મારામત માટે મહિનાઓ સુધી અહીં સેવાઓ બંધ રાખવી પડી હતી.