બંગલાદેશની જેલમાંથી 135 માછીમારો એક વર્ષે પરત ફર્યા

ઢાકાઃ બંગલાદેશની જેલમાં એક વર્ષથી વધુ સમય વિતાવ્યા પછી કુલ 135 માછીમારો પશ્ચિમ બંગાળના દક્ષિણ પરગણા જિલ્લામાં પોતાનાં ઘરોમાં પરત ફર્યા છે. બંગાળની ખાડીમાં તેજ પ્રવાહને કારણે આઠ નૌકાઓમાં સવાર આ માછીમારો ગયા વર્ષે જૂનમાં બંગલાદેશની સમુદ્રી સીમામાં પ્રવેશ કરી ગયા હતા.

સુંદરબન સામુદ્રિક મત્સ્ય જીવી શ્રમિક યુનિયનના સચિવ સતીનાથ પાત્રાએ કહ્યું હતું કે તેમને બોર્ડર ઓફ બંગલાદેશ (BGB)એ અટકાવ્યા હતા અને ખુલનાના મોંગલા પોર્ટ પર પોલીસને સોંપી દીધા હતા. તેમણે કહ્યું હતું કે ગૃહ મંત્રાલય સહિત વિવિધ સ્તરોએ પ્રયાસાને પગલે અને બંગલાદેશી અધિકારીઓના સહયોગથી તેમને ત્રીજી ઓક્ટોબરે છોડવામાં આવ્યા હતા, એમ પાત્રાએ કહ્યું હતું. તેઓ કાકદ્વીપના વિવિધ ઘાટ પર પર આવ્યા હતા.

અમને આનંદ છે કે તેઓ છેવટે પોતાના પરિવારોની પાસે પરત આવ્યા છે. આ માછીમારો કાકદ્વીપ અને નામખાના ગામના રહેવાસી છે, એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે હજી બે નૌકામાં 30 માછીમારો સવાર હતા- હજી બંગલાદેશમાં છે, તેમને પરત લાવવાના પ્રયાસ જારી છે.