દેશમાં ફુગાવો 6 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2025માં દેશમાં છૂટક ફુગાવો 6 વર્ષના નીચલા સ્તરે 3.34 ટકા પર પહોંચી ગયો છે. મંત્રાલયે આ પાછળના મુખ્ય કારણો તરીકે RBIની નાણાકીય નીતિ અને ખાદ્ય માંગને પહોંચી વળવા સરકારના પ્રયાસોને ગણાવ્યા છે.
નાણા મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફુગાવો 2018-19 પછી તેના સૌથી નીચા સ્તરે છે, ભારતે માત્ર મેક્રો ઇકોનોમિક સ્થિરતાને મજબૂત બનાવી નથી પરંતુ ટકાઉ વિકાસ પણ જાળવી રાખ્યો છે, જેના કારણે ફુગાવાને નિયંત્રિત કરવામાં આવ્યો છે. આ સાથે, ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડો અને ઊંચા આધાર પ્રભાવને કારણે, માર્ચમાં CPI આધારિત છૂટક ફુગાવો ઘટીને 3.34 ટકા થયો છે.
ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત ફુગાવો ફેબ્રુઆરીમાં 3.61 ટકા અને ગયા વર્ષે માર્ચમાં 4.85 ટકા હતો. જ્યારે ફેબ્રુઆરીમાં તે 3.75 ટકા અને માર્ચ, 2024માં 8.52 ટકા હતો. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ બુધવારે નાણાકીય નીતિ સમિતિના નિર્ણયોની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડાને કારણે ફુગાવો નીચે તરફ જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 26 માં ફુગાવો વધુ ઘટવાની અપેક્ષા છે.
RBIની નીતિને કારણે ફુગાવો ઘટ્યો – નાણા મંત્રાલય
નાણા મંત્રાલયે છૂટક ફુગાવાના આંકડામાં ઘટાડા માટે RBIની નાણાકીય નીતિને જવાબદાર ગણાવી છે. આ સાથે, મંત્રાલયે કહ્યું કે સરકારે લોકો તરફથી આવતી ખાદ્ય માંગને પૂર્ણ કરી છે. આરબીઆઈની નીતિઓને કારણે ભાવ સ્થિર રહ્યા.
