નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા (LoP) રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભારત એક મોટા આર્થિક સંકટ તરફ આગળ વધી રહ્યું છે. તેની પાછળનું મુખ્ય કારણ ભારે બેરોજગારી અને દેશની શિક્ષણ વ્યવસ્થાને લઈને ઊંડી ચિંતાઓ છે. કોલંબિયા યુનિવર્સિટીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સીધી વાત એ છે કે ભારત એક આર્થિક આપત્તિને આરે ઊભું છે. આ વાસ્તવિકતા છે. કોઈ તેને નજરઅંદાજ કરી શકે છે, મિડિયા પણ તેની અવગણના કરી શકે છે, પરંતુ ભારતમાં બેરોજગારીની ખૂબ મોટી સમસ્યા છે. ભારતની શિક્ષણ વ્યવસ્થામાં પણ મોટી ખામી છે, એમ તેમણે કહ્યું હતું.
રાહુલ ગાંધી ભારતના યુવાનો વિશે કાર્યક્રમના સંચાલક લિડિયા પોલગ્રીન દ્વારા પૂછવામાં આવેલા એક સવાલનો જવાબ આપી રહ્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે અમે આનો અભ્યાસ કરી રહ્યા છીએ અને તેના પર વિચાર કરી રહ્યા છીએ. તેની પાછળનું કારણ ખૂબ જ રસપ્રદ છે. હકીકત એ છે કે યુવાનોને પોતાનું કોઈ ભવિષ્ય દેખાતું નથી.
‘નવી પેઢી ઉઠાવી રહી છે સવાલો…‘
કારકિર્દીની તકોને લઈને યુવાનો અને તેમનાં માતા-પિતા વચ્ચે વધી રહેલા અંતર વિશે વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે નવી પેઢી અગાઉની પેઢીની સલાહ અને અનુભવ પર સવાલ ઉઠાવી રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે યુવાનો ખરેખર પોતાનાં માતા-પિતાને કહી રહ્યા છે કે જુઓ, તમે સફળ નથી, તમારી પાસે નોકરી નથી. તેથી તમે અમને એ કામ કરવા માટે કહી શકતા નથી, જે તમે કર્યું હતું, કારણ કે હવે એ રીત કામ કરતી નથી.
STORY | India sitting on ‘economic disaster’, facing massive unemployment: Rahul Gandhi in US
India is sitting on an “economic disaster” with massive unemployment, a broken manufacturing base and deep-rooted problems in its education system, Leader of Opposition Rahul Gandhi said, warning that the country risks getting into serious trouble if it continues on the current economic path.
Speaking at a fireside chat at Columbia University here on Tuesday, the Congress leader said India’s economic model “stopped giving results almost a decade ago” and criticised the government’s initiatives such as Make in India and Start-up India, claiming they had failed to revive the country’s “broken” economic backbone.
(Story By Yoshita Singh/PTI)
READ: https://t.co/DIHJWJB1Ol
(Photo Source: Congress)
— Press Trust of India (@PTI_News) November 18, 2026
રાહુલ ગાંધી હાલમાં અમેરિકાના બે દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ન્યુ યોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો સાથે એક શૈક્ષણિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 18 નવેમ્બર એટલે કે આજે તેમનો શિકાગો યુનિવર્સિટીની મુલાકાત લેવાનો પણ કાર્યક્રમ છે.






