ભારતીય શેરબજાર સતત બીજા દિવસે તેજી સાથે થયું બંધ

ભારતીય શેરબજાર સતત બીજા દિવસે તેજીની ગતિએ બંધ થયું હતું. બેન્કિંગ આઈટી શેરોમાં રોકાણકારોની ખરીદીને કારણે બજારમાં આ તેજી જોવા મળી છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ ફરી 61000 પોઈન્ટને પાર બંધ થયો છે. BSE સેન્સેક્સ 390 પોઈન્ટના ઉછાળા સાથે 61,045 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 112 પોઈન્ટના ઉછાળા સાથે 18,165 પોઈન્ટ પર બંધ થયો હતો.

સેક્ટરોલ અપડેટ

બેન્કિંગ, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર સેક્ટરમાં બજારમાં તેજી જોવા મળી હતી. જ્યારે ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, સરકારી બેંક અને ઓટો સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી હતી. જો કે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. નિફ્ટીના 50 શેરોમાંથી 38 શેરો ઉછાળા સાથે જ્યારે 12 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેર ઉછાળા સાથે બંધ થયા હતા અને 7 શેરો ઘટ્યા હતા.

ઇન્ડેક્સ નામ બંધ સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ટકા ફેરફાર
BSE Sensex 61,045.74 61,110.25 60,569.19 0.64%
BSE SmallCap 28,841.63 28,892.75 28,803.80 0.0017
India VIX 14.37 14.75 12.47 -1.49%
NIFTY Midcap 100 31,379.30 31,408.50 31,190.25 00:07:29
NIFTY Smallcap 100 9,670.85 9,706.30 9,658.45 0.0006
NIfty smallcap 50 4,338.15 4,364.00 4,332.40 0.0001
Nifty 100 18,307.40 18,324.30 18,189.55 0.50%
Nifty 200 9,571.60 9,579.80 9,510.55 0.50%
Nifty 50 18,165.35 18,183.75 18,032.45 0.62%

 

રોકાણકારોની સંપત્તિમાં વધારો

આજના કારોબારમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 282.75 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. જ્યારે મંગળવારે તે 281.93 લાખ કરોડ રૂપિયા હતો. એટલે કે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 82000 કરોડનો ઉછાળો આવ્યો છે.