મુંબઈ: ભારતીય સંગીતકાર રિકી કેજને ચોથી વખત ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. આ પહેલા ત્રણ વખત આ એવોર્ડ જીતનાર રિકી કેજ હવે ચોથી વખત જીતવાની આશા સેવી રહ્યા છે. રિકી કેજને તેના તાજેતરના આલ્બમ ‘બ્રેક ઓફ ડોન’ માટે ફરી એકવાર ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.
રિકી કેજને બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા ચેન્ટ આલ્બમની કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યા છે. એએનઆઈ સાથે વાત કરતા દિગ્ગજ સંગીતકારે સ્વીકાર્યું કે તેને ચોથી વખત નસીબદાર બનવાની આશા છે. રિકી આગળ કહે છે, ‘મેં પહેલેથી જ ત્રણ ગ્રેમી એવોર્ડ જીત્યા છે, અને આ મારું ચોથું નોમિનેશન છે. મને આશા છે કે આ મારી ચોથી જીત હશે. હું જીવનભર પર્યાવરણવાદી રહ્યો છું અને હું હંમેશા માનું છું કે આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ આપણને આ જ શીખવે છે. પર્યાવરણની અશુદ્ધિઓનો સીધો સંબંધ મનની અશુદ્ધિઓ સાથે છે, તેથી એક પ્રજાતિ તરીકે આપણે જે પણ સમસ્યાનો સામનો કરીએ છીએ તેનો ઉકેલ લાવવા માટે આપણે પહેલા આપણા મનને શુદ્ધ કરવું જોઈએ.’
રિકી કેજ કોણ છે?
રિકી કેજ મૂળ ભારતીય છે અને તેનો જન્મ અમેરિકામાં થયો છે. રિકીનો જન્મ 1981માં અમેરિકન શહેર નોર્થ કેરોલિનામાં પંજાબી-મારવાડી પરિવારમાં થયો હતો. રિકી નાનપણથી જ સંગીતના દિવાના હતા. રિકી જ્યારે 8 વર્ષના હતા ત્યારે તે તેના માતા-પિતા સાથે બેંગ્લોર આવ્યા હતા. રિકીએ અહીં બિશપ કોટન નામની સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. અહીં શાળાનો અભ્યાસ પૂરો કર્યા બાદ રિકીએ ઓક્સફોર્ડમાંથી ડેન્ટલની ડિગ્રી મેળવી. કોલેજના અભ્યાસની સાથે રિકી સંગીતની દુનિયામાં પણ વ્યસ્ત રહેવા લાગ્યા હતાં.આ પહેલા રિકી ત્રણ વખત ગ્રેમી એવોર્ડ જીતી ચૂક્યા છે. હવે રિકીને ચોથી વખત નોમિનેટ કરવામાં આવ્યા છે.
View this post on Instagram
રિકીના નવા આલ્બમ વિશે
રિકી કેજે જણાવ્યું હતું કે પર્યાવરણ આજની અને ભાવિ પેઢી માટે ખૂબ જ જરૂરી છે. રિકી સમજાવે છે, ‘બ્રેક ઓફ ડોન (આલ્બમનું નામ) મારા મનમાં સંગીતની શક્તિ દ્વારા વધુ દયાળુ અને પર્યાવરણ પ્રત્યે સભાન સમાજ બનાવવાની પ્રેરણા આપે છે. તો બ્રેક ઓફ ડોન એ નવા યુગનું આલ્બમ છે. તે ભારતના પ્રાચીન રાગોથી પ્રેરિત છે. બ્રેક ઓફ ડોન પરના નવ ગીતોમાંથી દરેક પ્રાચીન ભારતીય રાગ પર આધારિત છે. તે માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે કાળજીપૂર્વક રચવામાં આવ્યું છે અને ભારત આધારિત કલ્યાણ સંગીત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મારું ચોથું GRAMMY નોમિનેશન પ્રાપ્ત કરવાના આ સન્માન બદલ હું ખૂબ જ આભારી છું. આ આલ્બમને ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં ખૂબ પસંદ કરવામાં આવ્યું છે.