ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી રમાઈ રહી છે. આ T20 શ્રેણીની વચ્ચે ભારતીય ટીમને બેવડો ફટકો પડ્યો છે. ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઈજાના કારણે શ્રેણીની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયા છે. જ્યારે ડાબોડી બેટ્સમેન રિંકુ સિંહ પણ ઈજાને કારણે બીજી અને T20 મેચમાં ભાગ લઈ શકશે નહીં.
🚨 NEWS 🚨
Medical Updates: Nitish Kumar Reddy & Rinku Singh
Details 🔽 #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBankhttps://t.co/hu3OdOG16J
— BCCI (@BCCI) January 25, 2025
આ 2 દિગ્ગજ ખેલાડીઓ ટીમમાં જોડાયા
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના જણાવ્યા અનુસાર, 24 જાન્યુઆરીએ ચેન્નાઈમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન નીતિશ કુમાર રેડ્ડીને સાઇડ સ્ટ્રેનમાં ઈજા થઈ હતી. રેડ્ડી હવે બેંગલુરુમાં બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ જશે. બીજી તરફ, ઇંગ્લેન્ડ સામેની પહેલી T20 મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે રિંકુ સિંહને કમરના નીચેના ભાગમાં દુખાવો થયો હતો. રિંકુની હાલતમાં સુધારો થઈ રહ્યો છે અને BCCIની મેડિકલ ટીમ તેના પર નજીકથી નજર રાખી રહી છે. ભારતીય ટીમમાં શિવમ દુબે અને રમનદીપ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિવમે ભારત માટે 33 ટી20 મેચ રમી છે, જેમાં તેણે 448 રન અને 11 વિકેટ ઝડપી છે. રમનદીપે 2 T20I માં 15 રન બનાવ્યા છે અને એક વિકેટ પણ લીધી છે.
ઇંગ્લેન્ડ T20I શ્રેણી માટે ભારતની અપડેટેડ T20I ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (ઉપ-કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી , વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિવમ દુબે, રમનદીપ સિંહ.
T20I શ્રેણી માટે ઇંગ્લેન્ડની ટીમ
જોસ બટલર (કેપ્ટન), રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ , માર્ક વુડ.
ઇંગ્લેન્ડનો ભારત પ્રવાસ
પહેલી T20I – 22 જાન્યુઆરી – કોલકાતા, ભારત 7 વિકેટથી જીત્યું
બીજી T20I – 25 જાન્યુઆરી – ચેન્નાઈ
ત્રીજો T20I – 28 જાન્યુઆરી – રાજકોટ
ચોથી T20I – 31 જાન્યુઆરી – પુણે
પાંચમી T20I – 2 ફેબ્રુઆરી – મુંબઈ
પહેલી વનડે -6 ફેબ્રુઆરી – નાગપુર
બીજી વનડે – 9 ફેબ્રુઆરી – કટક
ત્રીજી વનડે – ૧12૨ ફેબ્રુઆરી – અમદાવાદ