ભારતે શ્રીલંકાને જીત માટે 391 રનનો ટાર્ગેટ આપ્યો, કોહલી અને ગિલની શાનદાર સદી

ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ તિરુવનંતપુરમમાં રમાઈ રહી છે. ભારતે શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે તેની નજર ક્લીન સ્વીપ પર છે. ત્યારે આજે વિરાટ કોહલીની શાનદાર બેટિંગના પગલે ભારતે આજે ફરી 390 રનનો વિશાળ સ્કોર કર્યો છે. ભારતે શ્રીલંકાને જીત માટે 391 રનનો ટાર્ગેટ આપ્યો છે.

વિરાટ કોહલીએ તેની કારકિર્દીની 46મી સદી ફટકારી હતી. ભારતે આજે લંકાને જીત માટે 391 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી વિરાટ કોહલી અને શુભમન ગિલે શાનદાર સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ 110 બોલમાં 166 રન ફટકાર્યા હતા. જ્યારે શુભમન ગીલે 97 બોલમાં 116 રન ફટકાર્યા હતા. રોહિત શર્માએ 42 રનનું યોગદાન આપ્યું હતું. તો શ્રેયસ ઐયર 38 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે કે.એલ.રાહુલ 7 રનના સ્કોરે આઉટ થયો હતો.

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એકવાર સદી ફટકારી છે. શ્રીલંકા સામેની ત્રીજી ODIમાં તેણે પોતાની ODI કારકિર્દીની 46મી સદી ફટકારી હતી. કિંગ કોહલીએ તિરુવનંતપુરમમાં માત્ર 85 બોલમાં સદી ફટકારી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 10 ચોગ્ગા અને એક છગ્ગા નીકળ્યા હતા. વિરાટ કોહલીએ આ ઈનિંગ્સમાં 110 બોલમાં 166 રન ફટકાર્યા હતા. જેમાં 13 ચોગ્ગા અને 8 છગ્ગા માર્યા હતા.

ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતે 67 રને જીત મેળવી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ તોફાની પ્રદર્શન કર્યું હતું. વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. તેણે 113 રનની ઇનિંગ રમી હતી. રોહિત શર્માએ 83 રન બનાવ્યા હતા. અને બીજી વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય થયો હતો. તેણે આ મેચ જીતવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. જેમાં કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ ઝડપી હતી.