અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 14 ઓક્ટોબરને બુધવારના રોજ જે ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપ ક્રિકેટ મેચ યોજાવા જઈ રહી છે તે દરમિયાન શહેરને ” નો-ડ્રોન ઝોન ” તરીકે ઘોષિત કરતું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તેમાં ડ્રોન, ક્વોડકોપ્ટર, સંચાલિત એરક્રાફ્ટ, માઇક્રોલાઇટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર્સ, પેરાગ્લાઈડર્સ, પેરામોટર્સ, હોટ એર બલૂન અને પેરાશૂટીંગ આ બધ પર બંને દેશો વચ્ચેના વર્લ્ડ કપ મેચની હાઈ-પ્રોફાઈલ પ્રકૃતિને કારણે તેના સંચાલન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ ઉપરાંત, આતંકવાદી સંગઠનો અથવા અસામાજિક તત્વો નાના વિમાન અથવા ડ્રોનનો ઉપયોગ કરીને ક્રિકેટરો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને દર્શકો માટે જોખમ ઊભું કરી શકે છે. સાવચેતી રૂપે, તમામ ડ્રોન-ઉડ્ડયન અને સંબંધિત પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેમાં, પોલીસ, સુરક્ષા એજન્સીઓ, ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને BCCI (બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા)ને આ સૂચનામાંથી મુક્તિ આપવામાં આવી છે.