ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની T20 શ્રેણીમાં હાર સાથે શરૂઆત કરી હતી. યજમાન વેસ્ટ ઈન્ડિઝે તેને રોમાંચક મેચમાં ચાર રનથી હરાવ્યું હતું. વિન્ડીઝના કેપ્ટન રોવમેન પોવેલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેની ટીમે 20 ઓવરમાં છ વિકેટે 149 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા 150 રનના આસાન લક્ષ્યાંકને હાંસલ કરી શકી ન હતી અને 20 ઓવરમાં નવ વિકેટે 145 રન જ બનાવી શકી હતી.
West Indies hold their nerve and go 1-0 up in the five-match T20I series 👏#WIvIND | 📝: https://t.co/NfcMJQlC3w pic.twitter.com/sMBCfpSh8W
— ICC (@ICC) August 3, 2023
ભારતીય બેટ્સમેનોએ નિરાશાજનક પ્રદર્શન કર્યું
આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. નવોદિત તિલક વર્મા સિવાય બધા નિરાશ થયા. ટીમ માટે તિલકે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. તેના સિવાય કોઈ બેટ્સમેન 30 રનનો આંકડો પાર કરી શક્યો નહોતો. ધીમી વિકેટ પર ભારતીય બેટ્સમેનો સેટ થયા બાદ આઉટ થતા રહ્યા. ટીમને આનો માર સહન કરવો પડ્યો હતો. સૂર્યકુમાર યાદવે 21, કેપ્ટન હાર્દિક પંડ્યાએ 19, અક્ષર પટેલે 13, સંજુ સેમસન અને અર્શદીપ સિંહે 12-12 રન બનાવ્યા હતા. ઈશાન કિશન છ અને શુભમન ગિલ ત્રણ રન બનાવીને આઉટ થયા હતા.
21 needed off 12 😮
This one’s going down to the wire.#WIvIND | 📝: https://t.co/NfcMJQlC3w pic.twitter.com/3D3YYY5jmQ
— ICC (@ICC) August 3, 2023
ભારતે જીતવા માટે છેલ્લી પાંચ ઓવરમાં 37 રન બનાવવાના હતા. તે સમયે ટીમનો સ્કોર ચાર વિકેટે 113 રન હતો. હાર્દિક પંડ્યા અને સંજુ સેમસન ક્રિઝ પર હતા. અહીંથી એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા સરળતાથી ટાર્ગેટ મેળવી લેશે, પરંતુ એવું થયું નહીં. હાર્દિક પંડ્યાના રૂપમાં ટીમને પાંચમો ઝટકો લાગ્યો છે. જે બાદ સંજુ સેમસન રન આઉટ થતા જ ટીમની આશા ખતમ થઈ ગઈ હતી. અર્શદીપે છેલ્લી ઓવરમાં કેટલાક શાનદાર શોટ લગાવ્યા, પરંતુ તે ટીમને જીત અપાવવા માટે પૂરતા નહોતા. બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી મેચ રવિવારે (6 ઓગસ્ટ) ગુયાનામાં રમાશે.