IND vs WI : ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે શ્રેણીની પ્રથમ મેચ બાર્બાડોસમાં રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ મુકેશ કુમારને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે. ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં 4 ફાસ્ટ અને 2 સ્પિન બોલર રાખ્યા છે.

 

રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ ટેસ્ટ શ્રેણી જીતી છે. હવે બંને ટીમો વચ્ચે વનડે શ્રેણી રમી રહી છે. ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ ટેસ્ટ બાદ વનડેનો પણ ભાગ બનશે. આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાએ કેટલાક નવા ખેલાડીઓને પણ તક આપી છે. તેને પ્લેઈંગ ઈલેવનમાં પણ સ્થાન મળી શકે છે. ટેસ્ટમાં હાર બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ વાપસી કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

મુકેશ કુમાર ડેબ્યૂ વનડે મેચ રમશે

મુકેશ કુમાર ટીમ ઈન્ડિયા માટે વનડે ડેબ્યૂ મેચ રમશે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યુ ટેસ્ટ મેચ રમી હતી. મુકેશના ડેબ્યૂ અંગે બીસીસીઆઈએ ટ્વીટ કર્યું છે.


ભારતની પ્લેઈંગ ઈલેવન

ભારતની પ્લેઈંગ ઈલેવન – રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, મુકેશ કુમાર