ભારતે ચોથી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને આસાનીથી હરાવ્યું છે. આ મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવ્યું હતું. આ રીતે 5 ટી-20 મેચોની સિરીઝ 2-2ની બરાબરી પર આવી ગઈ છે. ભારતીય ટીમને જીતવા માટે 179 રનનો ટાર્ગેટ હતો. ટીમ ઈન્ડિયાએ 17 ઓવરમાં 179 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત માટે બંને ઓપનર શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે પચાસ રનનો આંકડો પાર કર્યો હતો.
5⃣0⃣ up for Shubman Gill 👏
5⃣0⃣ up for Yashasvi Jaiswal – his first in T20Is 👌#TeamIndia on a roll here in chase! ⚡️ ⚡️
Follow the match ▶️ https://t.co/kOE4w9Utvs#WIvIND pic.twitter.com/gJc3U9eRBR
— BCCI (@BCCI) August 12, 2023
શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલની શાનદાર બેટિંગ
શુભમન ગિલ 47 બોલમાં 77 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. જ્યારે યશસ્વી જયસ્વાલ 51 બોલમાં 84 રન બનાવીને નોટઆઉટ રહી હતી. તેણે પોતાની ઇનિંગમાં 11 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ રીતે ભારતીય ટીમે આસાનીથી મેચ જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે એકમાત્ર સફળતા રોમેરો શેફર્ડને મળી હતી. જો કે હવે શ્રેણી 2-2 થી બરાબરી પર આવી ગઈ છે. આ રીતે સિરીઝની પાંચમી મેચ નિર્ણાયક મેચ બની રહેશે. જે ટીમ પાંચમી મેચ જીતશે તે શ્રેણી જીતશે.
4TH T20I. India Won by 9 Wicket(s) https://t.co/kOE4w9V1l0 #WIvIND
— BCCI (@BCCI) August 12, 2023
આ મેચની વાત કરીએ તો વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોવમેન પોવેલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 8 વિકેટે 178 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી શિમરોન હેટમાયરે સૌથી વધુ રન બનાવ્યા હતા. શિમરોન હેટમાયરે 39 બોલમાં 61 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ સિવાય શાઈ હોપે 29 બોલમાં 45 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવને 2 સફળતા મળી. જ્યારે અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ અને મુકેશ કુમારે 1-1 વિકેટ પોતાના નામે કરી હતી.