Asia Cup Final : શ્રીલંકાની ટીમ 50 રનમાં ઓલઆઉટ, સિરાજના તરખાટ સામે લંકન ટીમ ઘુંટણીએ

શ્રીલંકાની ટીમ મોહમ્મદ સિરાજની સામે ટકી શકી ન હતી અને આ ટાઇટલ મેચમાં માત્ર 50 રનમાં જ આઉટ થઈ ગઈ હતી. વનડેમાં શ્રીલંકાનો આ બીજો સૌથી ઓછો સ્કોર છે. આ એશિયા કપમાં કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો સૌથી ઓછો સ્કોર છે. શ્રીલંકાની ટીમ 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પંડ્યાએ 16મી ઓવરના બીજા બોલ પર મેથિસા પથિરાનાને આઉટ કરીને શ્રીલંકાના દાવનો અંત કર્યો હતો. વનડેમાં શ્રીલંકાનો આ બીજો સૌથી ઓછો સ્કોર છે.

એશિયા કપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાની હાલત ખરાબ કરી દીધી છે. કેપ્ટન રોહિત શર્મા ભલે ટોસ હારી ગયો હોય, પરંતુ બોલિંગ કરવા છતાં ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે એવું શાનદાર પ્રદર્શન કર્યું કે તેની ખતરનાક બોલિંગથી શ્રીલંકન બેટિંગ ઓર્ડર સંપૂર્ણ રીતે પરાસ્ત થઈ ગયો અને અડધી ટીમ માત્ર 12 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ. આશ્ચર્યજનક વાત એ હતી કે મોહમ્મદ સિરાજે માત્ર એક જ ઓવરમાં 4 વિકેટ ઝડપી હતી. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું પરંતુ આ નિર્ણય ખોટો સાબિત થયો હતો. ભારતે પ્રથમ જ ઓવરમાં શ્રીલંકાને આંચકો આપ્યો હતો અને ત્રીજા બોલ પર જ જસપ્રિત બુમરાહે કુસલ પરેરાને આઉટ કર્યો હતો. પરંતુ મોહમ્મદ સિરાજે તરખાત મચાવ્યો હતો. તેણે તેની બીજી ઓવર અને ઇનિંગની ચોથી ઓવરમાં ચાર વિકેટ લીધી, એટલું જ નહીં, તેણે કુલ 10 બોલમાં 5 વિકેટ લીધી અને શ્રીલંકાની ટીમને ઘુંટણીએ બેસાડી દીધી હતી.

મોહમ્મદ સિરાજની ઓવર..

  • 3.1 ઓવર: પથુમ નિશાંક રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ. (2-8)
  • 3.2 ઓવર: ડોટ બોલ
  • 3.3 ઓવર: સાદિરા સમરવિક્રમા LBW આઉટ. (3-8)
  • 3.4 ઓવર: અસલંકા ઈશાન કિશનના હાથે કેચ આઉટ. (4-8)
  • 3.5 ઓવર: ધનંજય ડી સિલ્વાએ ચોગ્ગો ફટકાર્યો.
  • 3.6 ઓવર: ધનંજય ડી સિલ્વાએ તેનો કેચ વિકેટકીપરને આપ્યો. (5-12)

 

મોહમ્મદ સિરાજ અહીં જ ન અટક્યો, ઇનિંગની છઠ્ઠી ઓવરમાં તેણે શ્રીલંકાને વધુ એક ઝટકો આપ્યો અને શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાને ક્લીન બોલ્ડ કર્યો. સિરાજે તેની પ્રથમ 6 ઓવરમાં 6 વિકેટ લીધી હતી અને આ માટે તેણે માત્ર 13 રન આપ્યા હતા. મોહમ્મદ સિરાજ હાલમાં ODI રેન્કિંગમાં નવમો બોલર છે, તે રેન્કિંગના ટોપ-10માં એકમાત્ર ભારતીય બોલર છે.

મોહમ્મદ સિરાજની 6 વિકેટ:

  1. પથુમ નિશાંક (2)
  2. એસ. સમરવિક્રમ (0)
  3. અસલંકા (0)
  4. ધનંજય ડી સિલ્વા (4)
  5. ડી. શનાકા (0)
  6. મેન્ડિસ (17)

આ સાથે મોહમ્મદ સિરાજે વનડે ક્રિકેટમાં પોતાની 50 વિકેટ પણ પૂરી કરી લીધી છે. મોહમ્મદ સિરાજે ભારત માટે અત્યાર સુધીમાં 29 મેચ રમી છે અને તેના નામે 52 વિકેટ છે. સિરાજે વનડે ક્રિકેટમાં પ્રથમ વખત 5 વિકેટ લીધી છે. 29 વર્ષના મોહમ્મદ સિરાજે 21 ટેસ્ટ મેચમાં 59 અને 8 ટી-20 મેચમાં 11 વિકેટ ઝડપી છે.