કેએલ રાહુલે આખરે 23 મહિના પહેલા સાઉથ આફ્રિકા સામે મળેલી હારનો બદલો લઈ લીધો છે. પાર્લમાં રમાયેલી ODI શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 78 રનથી હરાવ્યું અને આ સાથે 3 મેચની શ્રેણી 2-1થી જીતી લીધી. વનડે ક્રિકેટમાં સંજુ સેમસન (108)ની પ્રથમ સદી અને પછી વોશિંગ્ટન સુંદર-અર્શદીપ સિંહની જોરદાર બોલિંગના કારણે ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 297 રનના લક્ષ્ય સુધી પહોંચવા ન દીધું. આ સાથે રાહુલે જાન્યુઆરી 2022માં પોતાની કેપ્ટનશીપમાં 0-3થી મળેલી હારનો બદલો પણ લઈ લીધો હતો.
3RD ODI. India Won by 78 Run(s) https://t.co/nSIIL6gzER #SAvIND
— BCCI (@BCCI) December 21, 2023
સંજુ સેમસને આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ સદી ફટકારી
બોલેન્ડ પાર્ક ખાતે ગુરુવારે 21 ડિસેમ્બરે રમાયેલી શ્રેણીની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટ ગુમાવીને 296 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને આ સ્થાન સુધી લઈ જવામાં સૌથી મોટો ફાળો સંજુ સેમસનનો હતો, જેણે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન જાળવી રાખવાની આશાઓ રાખવા માટે સંજુ માટે આ મેચમાં રમવું જરૂરી હતું અને ભારતીય બેટ્સમેને મુશ્કેલ સંજોગોમાં આમ કર્યું અને જીતનો પાયો નાખ્યો. 2018 માં વિરાટ કોહલીની કપ્તાની હેઠળ ભારતે પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં ODI શ્રેણી જીતી હતી. હવે રાહુલ માત્ર બીજી વખત ટીમને આ સફળતા અપાવ્યો છે.
𝐌𝐀𝐈𝐃𝐄𝐍 𝐇𝐔𝐍𝐃𝐑𝐄𝐃
The wait is over! @IamSanjuSamson scores his first century for India and it has come off 110 balls in the decider at Paarl. 👏🏾👏🏾 https://t.co/nSIIL6gzER #TeamIndia #SAvIND pic.twitter.com/DmOcsNiBwC
— BCCI (@BCCI) December 21, 2023
સેમસને યાદગાર સદી ફટકારી હતી
ભારતીય ટીમે આ મેચમાં રજત પાટીદારને તક આપી હતી, જેમનું આ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ હતું. પાટીદાર (22)એ કેટલાક સારા શોટ રમીને ઝડપી શરૂઆત કરી હતી પરંતુ પાંચમી ઓવરમાં તે નાન્દ્રે બર્જરના ઉત્તમ બોલ પર બોલ્ડ થયો હતો. 8મી ઓવરમાં તેની સામે સાઈ સુદર્શન (10) પણ ચાલ્યો ગયો. અહીંથી સેમસને કેપ્ટન રાહુલ સાથે 52 રનની ભાગીદારી કરી હતી પરંતુ રાહુલ પણ 101ના સ્કોર પર પરત ફર્યો હતો. ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં હતી અને અહીં સેમસને ઈનિંગને સંભાળી હતી. તેમને તિલક વર્માનો ટેકો મળ્યો.
ટૂંક સમયમાં જ સેમસને 66 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જ્યારે ધીમી શરૂઆત બાદ તિલક વર્માએ પણ રનની ગતિ વધારવાનું શરૂ કર્યું. તિલકે ODIમાં તેની પ્રથમ અડધી સદી પણ ફટકારી અને સેમસન સાથે 116 રનની ભાગીદારી પૂર્ણ કરી. તિલક (52)ના આઉટ થયા બાદ સેમસને 44મી ઓવરમાં પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. તેણે 110 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. ત્યાર બાદ છેલ્લી ઓવરોમાં રિંકુ સિંહે માત્ર 27 બોલમાં 38 રન ફટકારીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. દક્ષિણ આફ્રિકા માટે ઝડપી બોલર બ્યુરેન હેન્ડ્રીક્સ સૌથી સફળ રહ્યો હતો.
દક્ષિણ આફ્રિકાએ જવાબની શરૂઆત ખૂબ જ જોરદાર રીતે કરી હતી. ઓપનર રીઝા હેન્ડ્રીક્સ અને ટોની ડી જ્યોર્જીએ 7મી ઓવર સુધીમાં 50નો આંકડો પાર કર્યો હતો. છેલ્લી મેચમાં સદી ફટકારનાર જ્યોર્જી આ વખતે પણ વધુ આક્રમક દેખાઈ રહ્યો હતો. જોકે, અર્શદીપ સિંહે હેન્ડ્રિક્સને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી, જ્યારે અક્ષર પટેલે ટૂંક સમયમાં જ રાસી વાન ડેર ડ્યુસેનની વિકેટ લઈને દક્ષિણ આફ્રિકાને બીજો ઝટકો આપ્યો હતો. દરમિયાન, જ્યોર્જીએ સતત બીજી મેચમાં 50નો આંકડો પાર કર્યો હતો.
અર્શદીપ-સુંદરે મેચનો પલટો કર્યો
જ્યોર્જી અને કેપ્ટન એડન માર્કરામ વચ્ચે સારી ભાગીદારી હતી અને બંનેએ 65 રન ઉમેરીને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. અહીંથી જ વોશિંગ્ટન સુંદરે માર્કરામની વિકેટ લઈને મોટી સફળતા હાંસલ કરી અને દક્ષિણ આફ્રિકાનું પતન શરૂ થયું. થોડા સમયની અંદર અર્શદીપે પણ જ્યોર્જીને આઉટ કર્યો, જ્યારે સાઈ સુદર્શને અવેશ ખાનના બોલ પર હેનરિક ક્લાસેનનો આશ્ચર્યજનક કેચ પકડ્યો. 38મી ઓવરમાં મુકેશ કુમારે ડેવિડ મિલરને આઉટ કરીને છેલ્લી આશાનો અંત લાવ્યો હતો. આખરે સાઉથ આફ્રિકાની ટીમ 46મી ઓવરમાં 218 રનમાં સમેટાઈ ગઈ હતી.