ભારતીય કેપ્ટન શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામેની બીજી ઇનિંગમાં સદી ફટકારી. પ્રથમ ઇનિંગમાં બેવડી સદી ફટકારનાર ગિલે બીજી ઇનિંગમાં 129 બોલમાં પોતાની સદી પૂરી કરી. ગિલ આ શ્રેણીમાં શાનદાર ફોર્મમાં છે અને બીજી ઇનિંગમાં પણ તેણે પોતાની તાકાત બતાવી છે. ગિલની શાનદાર ઇનિંગના આધારે ભારતની લીડ 480 રનને પાર કરી ગઈ છે.
Tea Break on Day 4 of the 2nd #ENGvIND Test!#TeamIndia move 304/4 & lead England by 484 runs! 💪
Third & final session of the Day to begin 🔜
Updates ▶️ https://t.co/Oxhg97g4BF pic.twitter.com/xFUeIcrz8s
— BCCI (@BCCI) July 5, 2025
ભારતીય કેપ્ટન શુભમન ગિલની શાનદાર સદીની મદદથી, ભારતે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ચાના સમય સુધી બીજી ઇનિંગમાં ચાર વિકેટે 304 રન બનાવ્યા હતા. આ રીતે, ભારતની લીડ 484 રન થઈ ગઈ છે. ગિલ અને જાડેજાએ અત્યાર સુધીમાં પાંચમી વિકેટ માટે 60 થી વધુ રનની ભાગીદારી કરી છે.
2⃣6⃣9⃣ in the first innings 🙌
💯 and going strong in the second innings 👏
Brilliant stuff from captain Shubman Gill in Birmingham! 🫡 🫡
He becomes only the third #TeamIndia captain to score hundreds in both the innings of a Test 👍 👍
Updates ▶️ https://t.co/Oxhg97fwM7… pic.twitter.com/yUkhFlurw3
— BCCI (@BCCI) July 5, 2025
ગિલે 54 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
ગિલ આ સદી સાથે પોતાના નામે મોટી સિદ્ધિ મેળવવામાં સફળ રહ્યો છે. ગિલ સુનીલ ગાવસ્કર પછી બીજા ભારતીય બેટ્સમેન છે અને એક જ ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકાર્યા પછી સદી ફટકારનાર કુલ નવમા બેટ્સમેન છે. ગાવસ્કરે ૧૯૭૧માં વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ઇનિંગમાં સદી ફટકારી હતી, જ્યારે તેઓ બીજી ઇનિંગમાં બેવડી સદી ફટકારવામાં સફળ રહ્યા હતા. આમ, ગિલ 54 વર્ષ પછી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવનાર બીજા ભારતીય બેટ્સમેન બન્યા છે.
બંને ઇનિંગમાં સદી ફટકારનાર ત્રીજા ભારતીય કેપ્ટન
ગિલ ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં સદી ફટકારનાર ત્રીજા ભારતીય કેપ્ટન છે. તેમના પહેલા, ગાવસ્કર અને વિરાટ કોહલીએ આવું કર્યું છે. ગાવસ્કરે 1978 માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં સદી ફટકારી હતી અને ૨૦૧૪માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં કોહલીએ સદી ફટકારી હતી. ગાવસ્કરે 107 અને 182* રન બનાવ્યા હતા, જ્યારે કોહલીએ 115 અને 141 રન બનાવ્યા હતા. ગિલે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં 269 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં સદી ફટકારવામાં સફળ રહ્યા હતા. ગિલ કેપ્ટન તરીકે પોતાની પહેલી બે ટેસ્ટ મેચમાં ત્રણ સદી ફટકારનાર બીજો ભારતીય ખેલાડી છે. કોહલીએ આ પહેલા પણ આ સિદ્ધિ મેળવી છે.
એટલું જ નહીં, ગિલ ટેસ્ટ શ્રેણીમાં ત્રણ કે તેથી વધુ સદી ફટકારનાર ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે. ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય કેપ્ટનનો રેકોર્ડ સુનીલ ગાવસ્કરના નામે છે. ગાવસ્કરે 1978/79 માં વેસ્ટ ઈન્ડિઝ સામે ચાર સદી ફટકારી હતી. કોહલીએ 2014-15 ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણ સદી અને 2017માં શ્રીલંકા સામેની શ્રેણીમાં ત્રણ સદી ફટકારી હતી. હવે ગિલ પણ ઈંગ્લેન્ડના વર્તમાન પ્રવાસ પર ત્રણ સદી ફટકારીને આ યાદીમાં જોડાઈ ગયો છે.
