IND vs AFG : ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજે ત્રણ મેચોની સીરિઝની બીજી T20 મેચ રમાઈ રહી છે. ત્રણ મેચની શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ છે. જોકે, પ્રથમ મેચ જીતવા છતાં ભારતની પ્લેઈંગ 11માં ફેરફાર જોવા મળશે. વિરાટ કોહલી 14 મહિના બાદ T20 ઈન્ટરનેશનલ રમતા જોવા મળશે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યો છે. રોહિત શર્માએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રોહિત શર્માએ પ્લેઇંગ 11માં બે ફેરફાર કર્યા છે. વિરાટ કોહલી અને જયસ્વાલ પરત ફર્યા છે. ગિલ અને તિલક વર્માને બાકાત રાખવામાં આવ્યા છે.

વિરાટ કોહલીની વાપસી

વિરાટ કોહલી 14 મહિના બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. વિરાટ કોહલી ત્રીજા નંબર પર રમતા જોવા મળશે. યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા ઓપનિંગની જવાબદારી સંભાળશે.

ભારત પ્લેઇંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને મુકેશ કુમાર.

અફઘાનિસ્તાન પ્લેઇંગ 11

રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહીમ ઝદરાન (કેપ્ટન), અઝમતુલ્લા ઉમરઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝદરાન, કરીમ જનાત, ગુલબદ્દીન નાયબ, નૂર અહેમદ, ફઝલહક ફારૂકી, નવીન-ઉલ-હક અને મુજીબ ઉર રહેમાન.