દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીને લીધે સામાન્ય જનતાને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. ગઈકાલે જ હજી સીંગતેલના ભાવમાં જ 20 થી 30 રુ.નો વધારો થયો હતો, ત્યારે આજે ફરી એકવાર ત્યારે હવે આજે ફરી એકવાર ગૃહિણીઓને મોંધવારીનો વધુ એક ઝટકો લોકોને લાગ્યો છે. સતત બે દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયા વધારો થયો છે.
સતત બીજા દિવસે 20 રુ. નો ભાવવધારો
રાજ્યમાં સતત વધતી મોંઘવારીમાં આજે સીંગતેલમાં 20 રુ. નો વધારો થતા સિંગતેલના ડબ્બાનો ભાવ 2700ને પાર થયો છે. જો કે ગુજરાત રાજ્યમાં આ ભાવવધારો ગઈકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભાવ વધ્યો હતો, જ્યારે આજે માત્ર રાજકોટમાં ભાવવધારો થયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ વર્ષે મગફળીની બંપર આવક અને તેના પિલાણમાં તેજી હોવા છતાં ગઈકાલે અને આજે સિંગતેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.
ગત વર્ષની સરખામણીએ 300 રુ. જેટલો ભાવવધારો
સીંગતેલમા ભાવવધારો થતાં જ તેની અસર બજારમાં જોવા મળી શકે છે. ભાવવધારાની સાથે જ ફરસાણ તેમજ અન્ય ખાદ્ય પર્દાથોના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે. સીંગતેલની વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીએ 300 રુ. જેટલો ભાવવધારો થયો છે, એટલે કે સીંગતેલનો જે ડબ્બો એક વર્ષ પહેલા 2400 રુ. માં મળતો હતો, તેની કિંમત 2700 રુ. થી વધારે જોવા મળી રહી છે. શાકભાજી,પ્રેટ્રોલ- ડિઝલ, રાંધણગેસ અને વિજળીમાં થતા ભાવવધારાની સાથે હવે ખાદ્યતેલમાં પણ વધારો થતા સામાન્ય પરિવાર પર મોંઘવારીનું આભ તૂટી પડ્યું છે.
અનાજમાં પણ ભાવ વધારો
ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરુઆતમાં જ ગુજરાત વિધાનસભાની ચુંટણી યોજાઈ હતી અને ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ ભાવવધારો થઈ રહ્યો છે. સિંગતેલના ડબ્બાના ભાવ ઉપરાંત ઘઉંમાં પ્રતિ મણ રુ. 50 થી 70નો અને જીરૂના પણ 5150 સુધી ભાવ સહિત અનાજમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અમુલ દુધમાં પણ ભાવ વધારો થવાની શક્યતા છે.