રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે 1 એપ્રિલથી રાજ્યમાં BPL અને ઉજ્જવલા યોજના હેઠળ આવતા લોકોને 500 રૂપિયામાં LPG સિલિન્ડર મળશે. ગેહલોત સોમવારે અલવરના માલાખેડામાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. અશોક ગેહલોતની સરકારે બજેટ રજૂ કરતા પહેલા ગરીબોને મોટી રાહત આપી છે. તેમણે કહ્યું કે દેશમાં મોંઘવારીથી સામાન્ય માણસ ત્રસ્ત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજનાના નામે નાટક કર્યું. ગેસ સિલિન્ડર 1036 રૂપિયામાં મળે છે. તેમણે કહ્યું કે તેઓ આવતા મહિને બજેટ રજૂ કરશે. હું વધારે જાહેરાત કરવા માંગતો નથી. તેમણે કહ્યું કે અમે આ રેન્જમાં આવતા લોકોનો અભ્યાસ કરાવી રહ્યા છીએ. પરંતુ હું જાહેરાત કરું છું કે 1 એપ્રિલથી BPL અને ઉજ્જવલા યોજના હેઠળ આવતા પરિવારોને 500 રૂપિયા પ્રતિ સિલિન્ડર આપવામાં આવશે. હાલમાં આ સિલિન્ડરની કિંમત 1040 રૂપિયાની આસપાસ છે.
राजस्थान में BPL और उज्ज्वला योजना के अंतर्गत आने वाले लोगों को 1 अप्रैल से '500 रुपए' में मिलेगा रसोई गैस सिलेंडर।
मुख्यमंत्री, श्री @ashokgehlot51 की बड़ी घोषणा।#AlwarBoleBharatJodo pic.twitter.com/aD56DWwxo1
— Congress (@INCIndia) December 19, 2022
રાહુલ ગાંધીની પ્રેમની દુકાન
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું હતું કે આ દેશ “પ્રેમનો છે, નફરતનો નથી”, તેથી તેઓ “નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી રહ્યા છે”. કોંગ્રેસ નેતાએ તેમની ‘ભારત જોડો યાત્રા’ પર સવાલ ઉઠાવનારા ભારતીય જનતા પાર્ટી (BJP) નેતાઓને કહ્યું, “નફરતના બજારમાં, હું પ્રેમની દુકાન ખોલી રહ્યો છું.” તેમણે કહ્યું, “તમારું બજાર નફરતનું છે.” મારી દુકાન પ્રેમની છે. ગાંધીએ કહ્યું કે ભાજપના નેતાઓએ પણ નફરતના બજારમાં પ્રેમની દુકાનો ખોલવા માટે આગળ આવવું જોઈએ.
नफ़रत के बाज़ार में
मोहब्बत की दुकान खोल रहा हूं।❤️ pic.twitter.com/iOh2e3lPaS— Rahul Gandhi (@RahulGandhi) December 19, 2022
કૉંગ્રેસના નેતાએ કહ્યું, અંતમાં તેઓએ એવું જ કરવું પડશે કારણ કે આપણો દેશ પ્રેમનો દેશ છે. બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર હતા. ગાંધીએ રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી ચિરંજીવી આરોગ્ય વીમા યોજના અને મહાત્મા ગાંધી ઇંગ્લિશ સ્કૂલ યોજનાની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી.