પતંગોત્સવ: પવને પતંગ રસિયાઓને નિરાશ કર્યા

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025ની શરૂઆત શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર થઈ ગઈ. તારીખ 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ચાલનારો આ પતંગ મહોત્સવ અમદાવાદ સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર, રાજકોટ, વડોદરા, સુરત, શિવરાજપુર, કચ્છ ધોરડોમાં યોજાશે.

આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની શરૂઆત અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થઈ. આ સાથે મંત્રી મુળુભાઈ બેરા અને મહાનુભાવો ઉપસ્થિત હતા. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી માટે ગુજરાતના સ્થાનિક પતંગ રસિયાઓ સાથે દેશ-વિદેશના પતંગના એક્ષપર્ટ લોકો વહેલી સવારથી જ આવી પહોંચ્યા હતા. 

મુખ્ય ઉદ્ઘાટન મંચ, એક્ષપર્ટ કાઈટિસ્ટ, પતંગ રસિયાઓ, એક્ઝિબિશન સેન્ટર, ફૂડકોર્ટની અદ્ભૂત વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું..

પરંતુ પવનની ગતિના હોવાના કારણે આકાશમાં રંગબેરંગી વિશાળ ડિઝાઈનર પતંગો લોકો માણી શક્યા નહીં. આંતરરાષ્ટ્રીય પતંગબાજોએ લોકોના મનોરંજન માટે ઘણાં પ્રયત્નો કર્યા.

પરંતુ ઓછી હવાએ નાના મોટા શહેર ગામમાંથી મોટા પતંગો આકાશે જોવા આવેલા લોકોને નિરાશ કર્યા.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)