ICCએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને મોટો ઝટકો આપ્યો છે. બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં ખરાબ વર્તન અને અમ્પાયરિંગના સ્તર પર સવાલ ઉઠાવવા બદલ ટીમ ઈન્ડિયાના કેપ્ટનને 2 આંતરરાષ્ટ્રીય મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. આ રીતે હરમનપ્રીત કૌર ભારતની આગામી 2 મેચોમાં જોવા નહીં મળે. બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં આઉટ થયા બાદ હરમનપ્રીત કૌરે ગુસ્સામાં તેનું બેટ વિકેટ પર માર્યું હતું. ઉપરાંત, તેણે મેચ પુરી થયા બાદ અમ્પાયરિંગના સ્તર પર સવાલો ઉઠાવ્યા હતા. જો કે હવે ICCએ ભારતીય કેપ્ટન પર મોટી કાર્યવાહી કરી છે. આઈસીસીએ હરમનપ્રીત કૌર પર 2 ઈન્ટરનેશનલ મેચનો પ્રતિબંધ લગાવ્યો છે. બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડે દરમિયાન અમ્પાયરના નિર્ણયથી નારાજ ભારતીય કેપ્ટને અમ્પાયરિંગના સ્તર પર સવાલો ઉઠાવ્યા હતા. આ સિવાય હરમનપ્રીત કૌર આઉટ થયા બાદ વિકેટ પર બેટ માર્યું હતું.
ICCએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને મોટો ઝટકો આપ્યો છે. વનડેમાં ખરાબ વર્તન અને અમ્પાયરિંગના સ્તર પર સવાલ ઉઠાવવા બદલ ટીમ ઈન્ડિયાના કેપ્ટનને 2 મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે#ICC #HarmanpreetKaur #ban #TeamIndiacaptain #Indianteam #cricketnews pic.twitter.com/vIEueQrYtl
— joshi paras prem (news updated) (@joshiparasprem) July 25, 2023
હરમનપ્રીત કૌર બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડે દરમિયાન તેના ખરાબ વર્તનને કારણે સતત ચર્ચામાં રહી હતી. સોશિયલ મીડિયા યુઝર્સ ભારતીય કેપ્ટન પર સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા. આ સિવાય માનવામાં આવી રહ્યું હતું કે ICC હરમનપ્રીત કૌર વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. જો કે હવે ICCએ હરમનપ્રીત કૌર વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તે ભારતની આગામી 2 મેચોમાં મેદાન પર જોવા નહીં મળે.