IAS જી. ટી. પંડ્યાએ માહિતી નિયામક તરીકે પદભાર સંભાળ્યો

ગાંધીનગર: જી.ટી.પંડ્યાએ આજે માહિતી નિયામકનો પદભાર સંભાળ્યો હતો અને અધિક માહિતી નિયામક ડૉ. સંજય કચોટ સહિત માહિતી વિભાગના અધિકારીઓ સાથે પરિચય‌ કેળવ્યો હતો. તેમણે બેઠક કરીને વિભાગના સૌને ટીમ-ભાવનાથી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.

જી.ટી.પંડ્યાએ માહિતી નિયામકની કચેરીની કામગીરી સમજીને પ્રજા કલ્યાણની રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓના મહત્તમ લાભ છેવાડાના માનવી સુધી પ્રચાર- પ્રસાર દ્વારા કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે સૌને માર્ગદર્શન આપ્યું હતું.જી.ટી.પંડ્યાએ આ પહેલાં રાજ્યના શિક્ષણ વિભાગમાં અધિક સચિવ તરીકે કાર્યરત હતા. મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલેક્ટર તરીકે અને રાજકોટ જિલ્લામાં પણ જિલ્લા વિકાસ અધિકારી તરીકે સેવા આપી ચૂક્યા છે.૧૫ મે, ૧૯૭૨ના રોજ જન્મેલા જી. ટી. પંડ્યાએ માઇનિંગ એન્જિનિયરિંગમાં બી.ટેક.ની પદવી ધરાવે છે. ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની વર્ષ 2011ની બેચના સનદી અધિકારી છે.અગાઉ તેઓ સરકારમાં વિવિધ મહત્વપૂર્ણ પદો પર સેવાઓ આપી ચૂક્યા છે. તેઓને સ્વસ્થ ભારત અને ઈ-ઔષધિ પ્રોજેક્ટ માટે સ્કોચ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.