સેંકડો મહિલાઓના યૌન શોષણના કેસમાં ફસાયેલા પૂર્વ વડાપ્રધાન દેવેગૌડાના પુત્ર JDS નેતા એચડી રેવન્નાની કર્ણાટક પોલીસની SIT દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પીડિતાના અપહરણના કેસમાં તેની પૂછપરછ થવાની છે. ગત ગુરુવારે રાત્રે મૈસુરમાં રેવન્નાના વિશ્વાસુ સતીશ બબન્ના સામે મહિલાના અપહરણના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તે મહિલા પણ યૌન શોષણનો શિકાર છે. કેસ નોંધાયા બાદ પોલીસે બબન્નાની ધરપકડ કરી હતી. હવે SIT દ્વારા બે વખત નોટિસ આપ્યા બાદ પણ હાજર ન થવા બદલ રેવન્નાને કસ્ટડીમાં લેવામાં આવી છે.
આ ધરપકડથી બચવા માટે કર્ણાટકના પૂર્વ મંત્રી એચડી રેવન્નાએ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેને આજે સાંજે કોર્ટે ફગાવી દીધી હતી. લોકપ્રતિનિધિ અદાલતના ન્યાયાધીશ સંતોષ ગજાનન ભટ્ટની ખંડપીઠે અરજી ફગાવી દીધી હતી અને આગામી સુનાવણી માટે 6 મેની તારીખ નક્કી કરી હતી. અગાઉ એસઆઈટીએ એચડી અને પ્રજ્વલ સામે લુકઆઉટ નોટિસ જારી કરી હતી. આ સાથે CBIને પ્રજ્વલ વિરુદ્ધ ઇન્ટરપોલ તરફથી બ્લુ કોર્નર નોટિસ જારી કરવા વિનંતી કરવામાં આવી છે. આ સેક્સ સ્કેન્ડલના ખુલાસા બાદ પ્રજ્વલ 27 એપ્રિલે વિદેશ ભાગી ગયો હતો.