લેબનોનમાં યુદ્ધવિરામ પહેલા, ઈઝરાયલે હમાસના ઓપરેશન હેડને ઠાર કર્યો

ઈઝરાયલ: ગાઝામાં હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધવિરામ વચ્ચે, ઇઝરાયલી સેનાએ લેબનોનમાં તેના ઓપરેશન હેડ મુહમ્મદ શાહીનની હત્યા કરી દીધી. સોમવારે સવારે સિડોન વિસ્તારમાં IDFના હુમલામાં તેનું મોત થયું હતું. શાહીન હમાસનો ટોચનો કમાન્ડર હતો, જે ઇઝરાયલી નાગરિકો સામેના વિવિધ આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર હતો. તે ઈરાનના નિર્દેશ પર કાવતરું ઘડતો હતો.

ઇઝરાયલી લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારે યુદ્ધવિરામ પૂર્ણ થવાની સમયમર્યાદા પછી પણ તેમના સૈનિકો લેબનોનમાં પાંચ સ્થળોએ તૈનાત રહેશે. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે 14 મહિનાના યુદ્ધવિરામની શરતો હેઠળ IDF દક્ષિણ લેબનોનમાંથી પાછી આવી જશે. આ પહેલા સોમવારે ઇઝરાયલે ડ્રોન હુમલામાં હમાસના એક મુખ્ય કમાન્ડરની હત્યા કરીને મોટો સંદેશ આપ્યો હતો.

બીજી તરફ, યુ.એસ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર તેમની ગાઝા યોજનાનો પુનઃરોચ્ચાર કર્યો છે, જેને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે ગાઝાના લોકોને ત્યાંથી જવાનો વિકલ્પ આપવો જોઈએ. રવિવારે જેરુસલેમમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને મળ્યા બાદ નેતન્યાહૂએ કહ્યું કે ટ્રમ્પની યોજના સાચી છે. ગાઝાના લોકોને પસંદગીનો મોકો આપવો જ જોઇએ.

તે જ સમયે, યુ.એસ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંધકોની મુક્તિનો ઉલ્લેખ કરીને ઇઝરાયલને ટેકો આપ્યો. તેમણે કહ્યું કે બંધકોની મુક્તિ અંગે હમાસ અને ઇઝરાયલ વચ્ચે વાતચીત ચાલી રહી છે. આવી સ્થિતિમાં ઇઝરાયલ જે ઇચ્છે તે કરી શકે છે. અમેરિકા સંપૂર્ણપણે ઇઝરાયલની સાથે છે. આ સમય દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરીથી તેમની ગાઝા યોજનાનો પુનઃરોચ્ચાર કર્યો. ઇઝરાયલી વડાપ્રધાને તેમની યોજનાને ટેકો આપ્યો.

આ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિએ ગાઝા પરના કબજા અંગે આરબ દેશોને ચેતવણી આપી હતી. એક મુલાકાતમાં, તેમણે ખાસ કરીને જોર્ડન અને ઇજિપ્તને ધમકી આપતા કહ્યું કે તેઓ દર વર્ષે તેમને અબજો ડોલરની મદદ કરે છે. તેથી, જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય, તો તે આ મદદ બંધ કરશે. તેમણે કહ્યું કે તેમની ગાઝા યોજના મુજબ, પેલેસ્ટિનિયનોને ગાઝા પાછા ફરવાનો કોઈ અધિકાર નથી.

તેમણે સૂચન કર્યું કે ગાઝાના લોકોને ફક્ત જોર્ડન અને ઇજિપ્તમાં જ અસ્થાયી રૂપે પુનઃર્વસન કરવામાં આવશે. દરમિયાન, બે દાયકા સુધી હ્યુમન રાઇટ્સ વોચના વડા રહેલા કેનેથ રોથે ટ્રમ્પના નિવેદનની સખત નિંદા કરી. તેમણે તેને માનવતા વિરુદ્ધનો ગુનો ગણાવ્યો અને કહ્યું કે તે વંશીય સફાઇ હશે. એટલું જ નહીં, કેનેશે ટ્રમ્પના પ્રસ્તાવને ચોથા જીનીવા સંમેલનનું ખુલ્લેઆમ ઉલ્લંઘન પણ ગણાવ્યું.

તમને જણાવી દઈએ કે વોશિંગ્ટનમાં નેતન્યાહૂ સાથે મુલાકાત બાદ, યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે 4 ફેબ્રુઆરીએ આ ચોંકાવનારી જાહેરાત કરી હતી. તેમણે ગાઝામાં 2.2 મિલિયન પેલેસ્ટિનિયનોને ફરીથી વસાવવા અને દરિયાકાંઠાના પ્રદેશને યુએસ નિયંત્રણ હેઠળ લાવવાનો પ્રસ્તાવ મૂક્યો. જોકે, ટ્રમ્પના આ પ્રસ્તાવને માત્ર હમાસ દ્વારા જ નહીં પરંતુ જોર્ડન, ઇજિપ્ત અને સાઉદી સહિત ઘણા આરબ દેશોએ પણ નકારી કાઢ્યો હતો.