ગાંધીનગરઃ દેશના પૂર્વોત્તર અને પશ્ચિમના ભાગોની સંસ્કૃતિઓના જોડાણ માટે આસામના 29 વિદ્યાર્થીઓ અને ઓફ્ફ-કેમ્પસના યુવાઓ માધવપુરના ઘેડના મેળાની મુલાકાત લેવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (IITGN) પહોંચ્યા છે. માધવપુરનો ઘેડ મેળો રાજ્યના પોરબંદરમાં ભરાય છે. આ મેળો એક જીવંત સાસ્કૃતિક કાર્યક્રમ છે, જે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમિણીના વિવાહનો ઉત્સવ ઊજવે છે.આ મેળા માટે એવું માનવામાં આવે છે કે એ વિવાહ માધવપુરમાં થયો હતો. એ ઉત્સવ ભગવાન શ્રીકૃષ્ણની સાથે અરુણાચલ પ્રદેશમાંથી ગુજરાત સુધી રાજકુમારી રુક્મિણીના પ્રવાસની યાદ અપાવે છે. આ ઉત્સવ દેશના પૂર્વોત્તર અને પશ્ચિમી ભાગોની સંસ્કૃતિઓની સાથે સંગીત, નૃત્ય રંગમંચના પ્રદર્શન અને બંને વિસ્તારોના હસ્તશિલ્પ અને વ્યંજનોના પ્રદર્શનની સાથે ઊજવવામાં આવે છે.
બંને પ્રદેશોના સાંસ્કૃતિક આદાનપ્રધાનના કાર્યક્રમના ભાગરૂપે રાજ્યમાં યુવા સંગમ કાર્યક્રમ માટે IITGN દ્વારા રાજ્યમાં એક નોડલ સંસ્થા સ્વરૂપે સુવિધા પૂરી પાડવામાં આવે છે, જે સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારતના કાર્યક્રમ હેઠળ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની એક પહેલ છે અને જેનો ઉદ્દેશ બંને પ્રદેશોના લોકોને જોડવાનો છે, જે પૂર્વોત્તરના રાજ્યો અને બાકીના ભારતના પ્રદેશો સાથે યુવાઓ વચ્ચે સમન્વય સાધવાનો છે.
આ વિદ્યાર્થીઓ માટે ગઈ કાલે IITGNમાં એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં ડિરેક્ટર રજત મુનાએ યુવાઓને આ પ્રવાસનો મહત્તમ લાભ ઉઠાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પહેલાં ડીન પ્રોફેસર શિવપ્રિયાએ વિદ્યાર્થીઓને એકમેકના સંપર્કમાં રહેવા અને પ્રવાસ પછી પણ સંપર્ક જાળવી રાખવા જણાવ્યું હતું.
યુવા સંગમની રાજ્યમાં આ બીજી આવૃત્તિ છે, જે 29 માર્ચથી ત્રીજી માર્ચ સુધી આયોજિત કરવામાં આવ્યો છે. આસામના આ પોસ્ટ ગ્રેજ્યુએટ અને અન્ડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ રાજ્યના અન્ય કેટલાંક સ્થળોની પણ મુલાકાત લેશે. તેઓ આ માટે સાબરમતી આશ્રમ અને અક્ષકધામ મંદિરની મુલાકાત લેવા માટે IITGNના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મદદ મેળવી શકે છે.
NIT સિલ્ચરના એક યુવા અભિષેક રાજ્ જણાવ્યું હતું કે તે યુવા સંગમની પહેલના ભાગરૂપે ગુજરાત અને માધવપુરનો મેળો જોવા ઉત્સુક છે. તેણે કહ્યું હતું કે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેઓ પહેલી વાર રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે, જ્યારે BN કોલેજ-ધુબરીમાં BScના વિદ્યાર્થી કૃતિ કશ્યપે કહ્યું હતું કે હું ગુજરાત અને વિવિધ સ્થળોની મુલાકાત લેવા ઉત્સુક છું, કેમ કે આ સ્થળોએ પહેલાં હું ક્યારેય ગઈ જ નથી અને અહીં સંસ્કૃતિ, કળા, તહેવારો અને સ્થાનિક જીવનને જાણવા માટે ભારે ઉત્સુક છું.