લિખિતંગ : તમારી જીવાદોરી માં નર્મદા !!

કલોલ: નદીઓ , કેનાલો, તળાવો ની ચોખ્ખાઈ અને સુરક્ષા માટે સરકાર સામાજિક સંસ્થા ઓ અથાગ પ્રયત્નો કરે છે. લોકો નદી કે કેનાલોમાં પડી આત્મહત્યા ના કરે એના માટે જાળીઓ પણ લગાડે છે. એમ છતાં ગુજરાત ની નદીઓ , નાની મોટી કેનાલોમાં લોકો પૂજાની સામગ્રી અને અન્ય કચરો પધરાવી જાય છે. લોકો ગંદકી કરતાં રહે છે,પણ સ્વચ્છતાના આગ્રહી પ્રયાસ મુકતા નથી.

ગાંધીનગર જિલ્લાના કલોલ થી શેરીસા તરફ જતા માર્ગ પર આવેલી નર્મદાની મુખ્ય કેનાલ પર લોકો પૂજા સામગ્રી અને કચરો ફેંકી ગંદકીના કરે એ માટે રસપ્રદ બેનર્સ લગાડવામાં આવ્યા છે. એ બેનર્સમાં લિખિતંગ નર્મદા માં છે…
કેનાલની બંને તરફની જાળીઓ તેમજ લોખંડના ફિક્સ હોર્ડિંગ્સ પર સૂચનાઓ લગાડવા માં આવી છે. એ બેનર્સ માં લખ્યું છે:

‘આપણી આવનારી પેઢી નું ઉજ્જવળ ભવિષ્ય આપણાં જ હાથમાં છે’

‘તમારામાં માનવતાના થોડા પણ સંસ્કાર હોય તો પાણીને ગંદુના કરશો’

‘ખંડીત થયેલા મંદિર, ફોટા અને માતાજીની ચુંદડીઓ અહિંયા મુકો’

આ પ્રકારના બેનર્સ લગાડવામાં આવ્યા હોવા છતાં લોકો ગંદકી કરે છે. પૂજા નો સામાન સૂચિત જગ્યાએ મુકવાને બદલે છુટ્ટો પાણી માં નાંખે છે. નર્મદા કેનાલ ની નજીક ના કેટલાક ખેતરોના માલિકો કેનાલોને નુકશાન થાય એ રીતે ફાઈટરોથી પાણી ખેંચી લે છે. નર્મદાનું પાણી ગુજરાતમાં સિંચાઈ માટે તો ઉપયોગી થાય છે જ પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણાં ગામડાંની તરસ પણ છીપાવવા મદદરૂપ થાય છે. એટલે જ નર્મદા કેનાલની સુરક્ષા અને સ્વચ્છતા જરૂરી છે.

પ્રજ્ઞેશ વ્યાસ