આમરણાંત ઉપવાસ પર બેઠાં વલસાડ RTO

વલસાડ-વલસાડની આર ટી ઓ કચેરીએ લગાવાયેલો એક મંડપ આવતાંજતાં લોકોમાં ધ્યાનને પાત્ર બની રહ્યો છે કારણ કે તેમાં ઉપવાસ પર બેઠેલ વ્યકિત કોઇ સાધારણ નાગરિક નથી પણ  આરટીઓ  અધિકારી છે. ગાંધીજીની તસવીર નજર સમક્ષ રાખી આમરણાંત ઉપવાસ પર બેઠેલાંવલસાડ આરટીઓ એચ એલ પારેખ પ્રમોશન અને પગાર ના અન્યાય સામે લડત આપી રહ્યાં છે. આરટીઓ અધિકારી પ્રમોશન ન મળતાં અને પગાર સમયસર ન મળતાં ખાખી વર્દીમાં આમરણાંત ઉપવાસ પર ઉતર્યાં છે.

આરટીઓ એચ એલ પારેખનું કહેવું છે કે તેમને ૨૦૧૪થી પ્રમોશન અને પગાર ધોરણ મુદ્દે અન્યાય થઇ રહ્યો છે ત્યારે ન્યાય મેળવવા આમરણાંત ઉપવાસ પર બેઠાં છે. જેને લઇને વલસાડ શહેરમાં ખાખી વર્દીમાં કચેરી બહાર જ RTO ઇનસ્પેક્ટરની ગાંધીગીરીએ ભારે ચર્ચા જાગી છે.

 


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]