કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુજરાતના પ્રવાસે, વિવિધ કાર્યક્રમમાં આપી હાજરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલી સાબરડેરી દ્વારા સાબરદાણના ઉત્પાદનમાં વધારો કરવા માટે રૂ 210 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા નવીન કેટલફીડ પ્લાન્ટનું કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે લોકર્પણ કરવામાં આવ્યું છે. ગઈકાલે 18 નવેમ્બરે સાંજે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ 8.30 વાાગ્યે CM ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયા વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા, ત્યારે આજે 19 નવેમ્બરના અમિત શાહ અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

હિંમતનગરના હાજીપુર પાસે સાબરડેરી દ્વારા સંચાલિત સાબરદાણનો પ્લાન્ટ આવેલો છે. જ્યાં સાબરદાણનું ઉત્પાદન થાય છે, પરંતુ માગ વધુ હોવાને લઈને રૂ 210 કરોડના ખર્ચે 35,087 સ્ક્વેર મીટરમાં નવીન કેટલફીડ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જેમાં રોજનું 800 મેટ્રિક ટન ઉત્પાદન થશે તેવી ક્ષમતા છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકોના દૂધાળા પશુઓ માટે સમતોલ આહાર પૂરો પાડવા માટે નવીન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જેનું આજે લોકાર્પણ અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા સંમેલનને સંબોધિક કરતા સાબરડેરના ટ્રસ્ટીનો આભાર માન્યો અને કાર્યક્રમમાં હાજરી આપી આનંદ થાય વાત કરી હતી.

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દહેગામની રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલન (એઆઈપીએસસી)ની ઐતિહાસિક સુવર્ણ જયંતી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીય પોલીસિંગને આગળ વધારવા માટે પાંચ દાયકાની પ્રતિબદ્ધતાની ઉજવણીમાં પોલીસ સંશોધન અને વિકાસ બ્યુરો (બીપીઆર એન્ડ ડી) રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) ના સહયોગથી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 50મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલન (એઆઈપીએસસી) 19 અને 20 નવેમ્બર, 2024ના રોજ યોજાઈ રહ્યું છે. જ્યાં સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષોથી ત્રણ ક્ષેત્રો બહુ ડિસ્ટર્બ માનવામાં આવતા હતા કાશ્મીર, ઉત્તરપૂર્વ અને નક્સલવાદ પીડિત એમ ત્રણેય ક્ષેત્રોમાં અમે સુરક્ષાની સ્થિતિમાં ઘણો સુધારો કર્યો છે. વિગત 10 વર્ષના આંકડા અને અગાઉના 10 વર્ષના આંકડાની તુલના કરીએ તો 70 ટકા હિંસા ઘટાડવામાં અમે સફળ રહ્યા છીએ.

મહાત્મા મંદિર ખાતે ફિલાવિસ્ટા-2024 જિલ્લા સ્તરનું “ફિલાવિસ્ટા-2024” દાંડી કુંટિર મહાત્મા મંદિર ખાતે યોજાઈ હતી. જેનું સવારે સાડા 11 વાગ્યે અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા છે. આ પ્રદર્શનમાં વિશિષ્ટ અને દુર્લભ સ્ટેમ્પ્સનો રસપ્રદ જાણકારી લોકોને મળી રહેશે. આ પ્રદર્શન બે દિવસ, 19 અને 20 નવેમ્બર 2024ના રોજ સવારે 11:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી સામાન્ય જનતાના માટે ખુલ્લું રહેશે. ફિલેટેલી પ્રેમીઓ માટે આ પ્રદર્શન દુર્લભ અને આકર્ષક સ્ટેમ્પ્સ સાથે પોતાના કલેકશનનો વિસ્તૃત કરવાની અનોખી તક સમાન હશે.