ઉદ્દગમ ટ્રસ્ટે મહિલા એચિવર્સ એવોર્ડ્સનું વિતરણ કરીને મહિલા દિન ઉજવ્યો

અમદાવાદ:  તા.8 માર્ચના રોજ ઈન્ટરનેશનલ મહિલા દિન મનાવાય તે પૂર્વે રવિવારના રોજ 13મા ઉદગમ વુમન્સ એચિવર એવોર્ડમાં અમદાવાદ ખાતે ઉદ્દગમ ટ્રસ્ટે 30 મહિલાઓ અને મહિલા સશક્તિકરણ માટે કામ કરનાર 1 પુરૂષનુ ઉદગમ વુમન્સ એચિવર એવોર્ડથી સન્માન કર્યું. ૧૩મા ઉદગમ વિમેન્સ એચિવર એવોર્ડ પ્રસંગે ટ્રસ્ટે ઉષા પર્વનું આયોજન કર્યું હતું. જેનો ઉદ્દેશ વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી બજાવનાર મહિલાઓનું સન્માન કરાયું હતું. વિજેતાઓને તેમના વિઝન, હિંમત, કરૂણા, સફળતા અને ઉદારતાના ગુણો દાખવવા બદલ તથા તેમણે અન્ય મહિલાઓને સહાય કરવામાં જે રીતે સફળતા હાંસલ કરી તે બદલ બહુમાન કરાયું હતું.

સમારંભના મુખ્ય મહેમાનપદે ભારત સરકારના સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. એમણે જણાવ્યું હતું કે, “મહિલાઓ તમામ ક્ષેત્રોમાં અદ્વિતીય યોગદાન આપી રહી છે. આપણે વિચારી પણ ના શકીએ એવા વ્યવસાયો, અવકાશ, સમાજસેવા, કળા, સંસ્કૃતિ, વિજ્ઞાન, કાયદો અથવા અન્યક્ષેત્રોમાં ભારતમાં મહિલાઓ માટે હવે પહેલા કરતાં વધુ તકો છે અને મહિલાઓ તેનો મહત્તમ ઉપયોગ કરી રહી છે. હું ઉદગમ વિમેન્સ એચિવર એવોર્ડના તમામ એવોર્ડીઓને અભિનંદન આપું છું. મહિલા સિદ્ધિઓનું સન્માન કરવા બદલ હું ટીમ ઉદગમ ટ્રસ્ટની પણ પ્રશંસા કરતાં અભિનંદન આપું છું. મને વિશ્વાસ છે કે પુરસ્કારો માત્ર વિજેતાઓ માટે યોગ્ય માન્યતા જ નહીં પરંતુ વધુ મહિલા સિદ્ધિઓ માટે પ્રેરણારૂપ બનશે.”

30 મહિલા એચિવર્સ અને 1 પુરૂષનું ઉદ્દગમ વિમેન્સ એચિવર્સથી તેમના સમાજ સેવા, ફેશન, લાઈફ સ્ટાઈલ, કલા અને સંસ્કૃતિ, બિઝનેસ, શિક્ષણ, સાહિત્ય, આરોગ્ય તથા અન્ય ક્ષેત્રોમાં પ્રશંસનીય પ્રદાન બદલ બહુમાન કરાયું હતું. ઉદ્દગમ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મયૂર જોષીએ ટ્રસ્ટની પ્રવૃત્તિઓનો ચિતાર આપતા જણાવ્યું કે ભારતીય પરંપરામાં મહિલાઓનું સન્માન કરવાની પ્રણાલીને વિશિષ્ઠ રીતે આગળ ધપાવવા માટે “ઉદ્દગમ વિમેન્સ એચિવર્સ એવોર્ડ એ મહિલાઓના જે તે ક્ષેત્રમાં અથાગ પ્રયાસો તથા વિશિષ્ઠ યોગદાન બદલ બહુમાન કરવાનો ઉદગમનો નમ્ર પ્રયાસ છે. “

એવોર્ડ વિજેતાઓની પસંદગી બિઝનેસ વુમન અને સમાજસેવી પૂર્વા શાહ પટેલ, જીએલએસ યુનિવર્સિટીના લૉ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર- ડો. મયૂરી પંડયા, સ્થપતિ અને ડિઝાઈનર- અર્ચના શાહ, ઉદ્યોગસાહસિક અને સમાજસેવિકા- પ્રિયાંશી પટેલ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર- ઉન્મેશ દિક્ષિત, સાંસ્કૃતિક પ્રવૃત્તિના ક્યુરેટર- આશા સરવૈયા, સમાજ સેવક અને લેખિકા- વૈજયંતિ ગુપ્તે અને સમાજ સેવક તથા સુપ્રિમ કોર્ટના લૉયર- દિપીકા ચાવડા સહિતના પ્રસિધ્ધ જ્યુરીએ કરી હતી.

આ સન્માન સમારંભના અતિથિ વિશેષ તરીકે ગ્રામ વિકાસ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણ, સામાજીક ન્યાય અને સશક્તિકરણ પ્રધાન-પ્રદિપ પરમાર, શ્રમ અને રોજગાર પ્રધાન- બ્રિજેશ મેરઝા, યુવા બીજેપીના રાજ્ય પ્રમુખ- પ્રશાંત કોરાટ, ગુજરાતના બ્રિટીશ હાઈકમિશનના ડેપ્યુટી કમિશ્નર- પીટર કૂક, ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રોફે. હિમાંશુ પંડયા, પ્રસિધ્ધ રિયલ એસ્ટેટ ડેવલપર- એન કે પટેલ, હાર્ટ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના ચેરમેન- ડો. નીતિન સુમંત શાહ અને પીસી સ્નેહલ ગ્રુપના ચિરંજીવ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

એવોર્ડ વિજેતાઓની યાદીઃ

– યોગા કોચ પારુલ મેહતાને સમાજ સેવા બદલ

– સ્વરૂપા ફાઉન્ડેશનના સ્થાપક-  રૂપા શાહને સમાજ સેવા બદલ

– ઉદ્યોગસાહસિક અને સખાવતી કાર્યો કરતા- શ્રધ્ધા સોપારકરને સમાજ સેવા બદલ

– પ્રયોશા મહિલા વિકાસ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક- લક્ષ્મી જોષીને સમાજ સેવા બદલ

– અનાજ બેંકના સ્થાપક ડો. અમિતા સિંઘને સમાજ સેવા બદલ

– કલાકાર અને વિન્ની આર્ટ વર્લ્ડના સ્થાપક- વિનીતા રૂપારેલને કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે

– આર્ટીસ્ટ ભારતીબેન પોપટને કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે

– આર્ટીસ્ટ અને કોરિયોગ્રાફર- હેમા ભટ્ટને કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે

– ફેશન બ્લોગર- અભિનિષા ઝૂબીન આશરાને ફેશન અને લાઈફ સ્ટાઈલ ક્ષેત્રે

– ફેશન ડિઝાઈનર- કેની સંજય શાહને ફેશન અને લાઈફ સ્ટાઈલ ક્ષેત્રે

– હાઉસ ઓફ મેરીગોલ્ડના સ્થાપક- શિલ્પા ચોકસીને ફેશન અને લાઈફ સ્ટાઈલ ક્ષેત્રે

– પત્રકાર અને લેખિકા- કશ્યપી મહાને પત્રકારત્વ ક્ષેત્રે

– દિશા કન્સલ્ટન્સના સ્થાપક- કવિતા પરીખને ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રે

– બિઝનસ વુમન- ચંચલ સોનીને ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રે

– લેખિકા, કવિયત્રી અને શિક્ષણવિદ્દ- શ્રધ્ધા રામાણીને સાહિત્ય ક્ષેત્રે

– લેખિકા અને કટાર લેખક- સોનલ ગોસલિયાને સાહિત્ય ક્ષેત્રે

– લૉ ફર્મ રાવલ એન્ડ ત્રિવેદી એસોસિએટસના- નમ્રતા ત્રિવેદીને કોર્પોરેટ ક્ષેત્રે

– શિક્ષક અને પ્રિન્સીપાલ- મિનાક્ષી જોષીને શિક્ષણ ક્ષેત્રે

– શિક્ષક અને લેખિકા- ડો. અન્ના નીના જ્યોર્જને શિક્ષણ ક્ષેત્રે

– ગાયિકા- અમરપ્રિત કૌરને  સંગીત ક્ષેત્રે

– એરો ફીટનેસ હબના માલિક- સ્નેહલ બ્રહ્મભટને આરોગ્ય ક્ષેત્રે

– ગાયનેકોલોજીસ્ટ- ડો. હેતલ પટોલિયાને આરોગ્ય ક્ષેત્રે

– દિવ્યાંગો માટે પ્રવૃત્તિ કરી રહેલા ગુજરાતી લેખિકા- મેઘલ ઉપાધ્યાયનને દિવ્યાંગો માટેની પ્રવૃત્તિ બદલ

– ફૂડપ્રિનિયોર અને રેસિપી ક્યુરેટર- શ્વેતા અયઠોરને ડીજીટલ ઈન્ફલુઅન્સ તરીકે

– આરજે અને કન્ટેન્ટ ક્રિએટર- અદિતી રાવલને આઈકોનિક પર્સનાલિટી એવોર્ડ

– ડો. આશા પટેલને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો.

– ઈન્ડિયન લાયન્સના ચેરપર્સના- આશા પંડ્યાને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો.

– સ્ટેજ, ટીવી અને ફિલ્મ એક્ટર ભાવિની જાનીને- હોલ ઓફ ધ ફેમ એવોર્ડ અપાયો હતો.

– રાજકારણી અને સામાજીક કાર્યકર જસુમતી સવજીભાઈ કોરાટને હોલ ઓફ ધ  ફેમ એવોર્ડ અપાયો  હતો.

– ડેસ્ટીનેશન ઈવેન્ટ પ્લાનર શ્રેયા ગિડરા ને યંગ  એચિવર એવોર્ડ એનાયત કરાયો હતો.

 

– સમાજ સેવક મહેશ વારાને મેન ફોર વિમેન એમ્પાવર્મેન્ટ એવોર્ડ અપાયો હતો.