ગુજરાતમાં બે ગમખ્વાર રોડ અકસ્માત, 7ના મોત

ગુજરાતકમાં અવાર નવાર રોડ અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે આજે ફરી ગુજરાતમાં ગમખ્વાર અકસ્માત થયાની સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં 7 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યો છે. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે પર મોડાસાના ગળાદર નજીક નેશનલ હાઈવેના પુલ પરથી કાર નીચે પટકાતાં શામળાજીથી દર્શન કરી પરત જતાં પરિવાને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

જ્યારે બીજી બાજુ અન્ય એક અસ્માતની વાત કરીએ તો આજે વહેલી સવારે અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના મોત થયા હતા. હાંસોટ તાલુકાના શેરા ગામ નજીકથી પૂરઝડપે પસાર થઈ રહેલી કાર ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાતાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે પર મોડાસાના ગળાદર નજીક શામળાજી મંદિરે દર્શન કરી પરત જતાં પરિવાને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં નેશનલ હાઈવેના પુલ પરથી લગભગ 35 ફૂટ નીચે કાર પટકાઈ હતી. જેથી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર એક જ પરિવારના ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. ટીંટોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મૃતકો નડિયાદ બાજુના છે. ભાવનગરના 3 યુવાનો કારમાં વહેલી સવારે સુરત જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. વહેલી સવારના સમયે કારચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.