અમદાવાદ– ઉનાળામાં અમદાવાદ શહેરની ગરમી 40 ડિગ્રી વટાવી જાય છે. ચામડી દઝાડતું તાપમાન અને સતત લૂ વાતા પવનોને કારણે ઉનાળામાં માર્ગ પર કામ કરતાં લોકોની પરિસ્થિતિ વિકટ બની જાય છે. એમાંય વહેલી સવારથી મોડી રાત્રિ સુધી કાર્ય કરતાં ટ્રાફિક પોલીસના જવાનોની પરિસ્થિતિ ગરમી અને પ્રદૂષણના કારણે ખૂબ જ ખરાબ થઇ જતી હોય છે. જે ટ્રાફિક પોલીસ તપેલા રોડ વચ્ચે ઉભા રહીને ટ્રાફિકનું નિયમન કરે છે, તેના માટે રાજ્ય સરકારે અને પોલિસ વડાએ તકેદારી લઈને તેમને ગોગલ્સ આપ્યા છે.તંત્ર દ્વારા કેટલીક સુવિધાઓ તો આપવામાં આવે પરંતુ ગરમીનો પ્રકોપ સતત દઝાડતો રહે છે. આવે વખતે આંખોનું જતન ખૂબ જ જરુરી બને છે. પોલીસના 62 બીટ અને 200 સર્કલ પર ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓને આંખના જતન માટે ગોગલ્સ અને પ્રદુષણથી મુક્ત રહે તે માટે માસ્ક આપવામાંં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સરાહનીય પ્રયાસ કરાયો છે.ગોગલ્સ મળતાં ટ્રાફિક પોલીસ રાજીના રેડ થઈ ગયા હતા.
(અહેવાલ/તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)