અહીં સિંચાઇના પાણી માટે ગામેગામના ખેડૂતો ઉપવાસ આંદોલનના માર્ગે

સોમનાથ-ગીર સોમનાથના 26 ગામના ખેડૂતો ઉપવાસ આંદોલન પર ઉતરી ગયાં છે. સિંચાઇના પાણીના પ્રશ્ને ખેડૂતો ઉપવાસ પર બેઠાં છે.નર્મદા જળની ઓછપ પીવાના પાણીમાં જેટલી કનડશે તેનાથી વધુ સિંચાઇ માટે કનડવાની છે. આ સંજોગોમાં જગતના તાતનો જીવ ઊંચો થઇ ગયો છે. સરકારે મહિના પહેલાં જ ઊનાળુ પાક માટે સિંચાઇનું પાણી નહીં મળે તેની જાહેરાત કરી હતી, હવે અમલવારી શરુ કરતાં સિંચાઇ માટે જળ વિતરણ અટકી રહ્યું છે.

ગીર સોમનાથમાં સિંચાઇ કરતાં મહત્ત્વના ડેમ છે જેમાં હિરણ-1 અને હિરણ-2 ડેમ છે. આ બંને ડેમમાં સિંચાઇનું પાણી ન આપવાનો નિર્ણય લેવાયો છે. આમ થતાં જિલ્લાન તાલાળા, વેરાવળ અને સૂત્રાપાડા તાલુકાના 26 ગામના ખેડૂતો ચિંતાતુર થઇ ગયાં છે. ખેડૂતોએ આ મુદ્દે 3 દિવસ માટે ક્લેક્ટર કચેરીએ ઉપવાસ આંદોલન શરુ કરી દીધું છે.