સોમનાથઃ આજે 16 જૂલાઈએ અષાઢ સુદ પૂનમને મંગળવારના ખંડગ્રાસ ચંદ્રગ્રહણ યોગ બની રહ્યો છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે. જેને લઇને દેશવિદેશમાં મંદિરો ગ્રહણ પાળવામાં આવશે. ગુજરાતના પણ તમામ મહાતીર્થ મંદિરોમાં ગ્રહણને લઇને વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. અંબાજી, દ્વારકાધીશ મંદિર સહિત સોમનાથ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો ગ્રહણ અંતર્ગત મંદિરના નિત્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
સોમનાથ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં સર્જાનાર આ ગ્રહણ ખૂબ જ મહત્વ ધરાવતુ હોઈ સોમનાથ ક્ષેત્રમાં ગ્રહણ દરમ્યાન ત્રિવેણી સંગમ ખાતે સ્નાન,મહામ્રુત્યુંજય મંત્રજાપ, શ્રી હનુમાનચાલીસા પાઠ, ઇષ્ટદેવ સ્મરણ સાથે જપ-તપ-દાન-ધ્યાન આદી કર્મોનું વિશેષ મહત્વ રહેલું છે. આ કર્મોથી આધિ દૈવિક આધિ ભૌતિક તથા આધ્યાત્મિક દોષોમાથી મુક્તિ અપાવનારૂ સાથે વિશેષ પુણ્ય પ્રાપ્તિ કરાવનાર છે.
સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના અન્ય તમામ મંદિરોમાં બપોરે 04:00 કલાકેથી કોઇપણ પ્રકારની પૂજાવિધિ થઇ શકશે નહી. સાયં આરતી બંધ રહેશે. તેમજ સોમનાથ મંદિર નિયત સમય પ્રમાણે રાત્રે 10:00 કલાક સુધી દર્શનાર્થીઓ માટે મંદિર રાબેતા મુજબ ખુલ્લુ રહેશે.
તો આ સાથે જ ગુજરાતના અન્ય જાણીતા મંદિરો જેવાકે અંબાજી, દ્વારકા, ચોટીલા, શામળાજી, સહિતના, પાવાગઢ સહિતના મંદિરોમાં ગ્રહણને લઈને મંદીરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.