અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ આગામી 24 તારીખે ભારતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. ટ્રમ્પ 24 તારીખે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી રોડ-શો કરીને મોટેરા સ્ટેડિયમ પહોંચશે. ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈને ભારત સહિત અમદાવાદીઓમાં ઉત્સાહ છે. ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
- નાગરિકોને પહોંચાડવા બે હજાર બસો મૂકાશે
- અન્ય રાજ્યમાંથી પણ નાગરિકો આવશે
- ભાટથી મોટેરા સુધીના રુટમાં સાત એસપી અને બે હજારથી વધારે પોલીસ ફોર્સ
- ગાંધીનગરની હદમાં આવતા વિસ્તારમાં સાત એસ.પી, 2000 થી વધુ પોલીસ જવાન તેનાત
- 25 આઈપીએસ, 65 એસીપી, 200 પીઆઈ, 800 પીએસઆઈ
- 10,000 જેટલા પોલીસ જવાનો રહેશે બંદોબસ્તમાં
- NSG, અને NSG ના એન્ટી સ્નાઇપરની એક ખાસ ટુકડી રહેશે તૈનાત…
- પિનાક સોફ્ટવેરની મદદથી મોટેરા સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં ભાડે રહેનારાઓની તપાસ કરાઈ રહી છે
- 10 BDDS ની ટીમ
- 2 અમેરિકન સિક્રેટ એજન્સીની ટીમ
- બે ઈમરજન્સી મેડિકલ સેન્ટર ઉભા કરાયા
- સરકારી-ખાનગી હોસ્પિટલોને પણ ઈમરજન્સી સારવારની વ્યવસ્થા કરી રાખવા સૂચના
- સોમવારે સવારે 8 વાગ્યાથી શહેરના 9 રસ્તા બંધ કરાશે, 7 વૈકલ્પિક માર્ગ જાહેર કરાયા
- પેટ્રોલ પંપો, હોટલો કોમ્પલેક્સમાં સીસીટીવી ફરજિયાત, ભાડુઆતની નોંધણી ફરજિયાત
- સ્ટેડિયમમાં બે ICU સહિત 25 બેડની હોસ્પિટલ તૈયાર, 4 આઈસીયૂ ઓન વ્હિલ્સ
- 24 મી તારીખે રાણીપમાં દુકાનો, હોટલો બંધ રાખવા નોટિસ
- ટ્રમ્પની મુલાકાત દરમિયાન નો ફ્લાય ઝોન જાહેર નહી કરાય, એરપોર્ટ પર ત્રણ કલાક વહેલા પહોંચવું પડશે