ગુજરાતનું એક માત્ર મંદિર જ્યાં બિરાજે છે દાદા જમણી સુંઢ સાથે

ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે, ભક્તો દાદાની ભક્તિની સાથે દુંદાળા દેવના દર્શન કરવા ગણપતિ મંદિરોમાં પણ જાય છે. ત્યારે ગુજરાતનું એક મંદિર એવુ છે જે માત્ર ગુજરાતમાં જ નહીં દેશભરમાં જાણીતું છે. વાત છે  અમદાવાદ નજીક આવેલાં ગણપતપુરા મંદિરની. ગણેશપુરા મંદિર સાથે અનેક રસપ્રદ કથાઓ જોડાયેલી છે.

અહિં બિરાજમાન  ગણેશ ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા હોવાની લોકવાયકા છે. કહેવાય છે કે જમણી બાજુ સુંઢ સાથે વિરાજમાન ગણેશ ભગવાનનું સમગ્ર ગુજરાતમાં એક માત્ર મંદિર છે. શ્રી ગણેશ એટલે સુખ-સમૃદ્ધ અને વિદ્યાના દાતા આવે છે. ગણપતિની ઉપાસનાને મંગળકારી માનવામાં આવે છે.

અમદાવાદ જિલ્લાનાં ધોળકા તાલુકામાં આવેલ ગણપતપુરાનાં ગણેશ ભગવાનનો અનોખો ઇતિહાસ છે. કોઠ ગામની પાસે આવેલ ગણેશ ભગવાન મંદિરને કારણે ગામનું નામમાં પણ ગણેશપુરા અને ગણપતિપુરા નામથી ઓળખવામાં આવે છે.

કહેવાય છે કે એક દંત અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિ છ ફૂટ ઊંચાઇ ધરાવે છે. ગણપતિપુરામાં દર માસની વદ ચોથના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ગુજરાત તેમજ બહારનાં રાજ્યોમાંથી અહીંયા લાખો લોકો ચોથના દિવસે દર્શન માટે આવે છે.  દર્શને આવતા ભાવિકો માટે ચા-પાણી અને ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવતી હોય છે.

ગણેશ મહોત્સવની શરૂઆત થતા જ ભક્તો વહેલી સવારથી મોડી રાત સુધી લાંબી લાઈનમાં ઉભા રહીને દાદાની ભક્તિ કરે છે. ગણેશપુરામાં કેળાં ની વફેર માટે સમગ્ર ગુજરાતમાં વખણાય છે.

ગણપતપુરા મંદિરમાં ગણેશ ભગવાનતે સ્વંયભુ પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે. વિક્રમ સંવત 933ના અષાઢ વદ-4ને રવિવારનાં દિવસે હાથેલમાં જમીનનાં કેરડાનાં જાળાનાં ખોદકામનાં સમયે ગણપતિ દાદાની મૂર્તિ પગમાં સોનાનાં તોડા, કાનમાં કુંડળ, માથે મુગટ તથા કેડ પર કંદોરા સાથે પ્રગટ થયા હતા. વર્ષો પહેલા આ  સ્થળ પર જંગલ વિસ્તાર હતો. જમીનમાંથી મૂર્તિ મળી આવતા કોઠ, રોજકા, વણફૂટા ગામની વચ્ચે વિવાદ થયો હતો. ત્યાર પછી જ્યારે મૂર્તિને ગાડામાં મૂકવામાં આવી ત્યારે ચમત્કાર થયો. ગાડું  ઓપોઆપ બળદ વગર ચાલવા લાગ્યું અને ગણપતિપુરાનાં ટેકરા પર જઇને ઉભું રહ્યુ. મૂર્તિ  આપમેળ ગાડામાંથી નીચે ઉતરી ગઇ. ત્યારથી આ સ્થળનું નામ ગણેશપુરા પડ્યું.