ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ-નવમી આવૃત્તિ મે 11-15 દરમિયાન અમદાવાદમાં યોજાશે

અમદાવાદ: ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (જીએલએફ)ની નવમી આવૃત્તિ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે મે 11થી મે 15 દરમિયાન યોજાશે. જીએલએફ એ ગુજરાતના સૌપ્રથમ અને સૌથી લોકપ્રિય તથા સૌથી મોટા સાહિત્યિક કાર્યક્રમ તરીકે જાણીતો છે. GLF આ અગાઉ અમદાવાદમાં છ વખત અને વડોદરામાં બે વખત યોજાઈ ચૂક્યો છે.

કોરોના કાળ પછી લગભગ અઢી વર્ષના સમયગાળા બાદ જીએલએફ યોજાશે. છેલ્લે ડિસેમ્બર 2019માં જીએલએફનું આયોજન થયું હતું. આ વર્ષે ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિ ને લગતા કાર્યક્રમો થશે. ઇન્ડિયન સ્ક્રીન રાઇટર્સ ફેસ્ટિવલમાં હિન્દી સિનેમા જગતના જાણીતા પટકથા લેખકો ઉપસ્થિત રહેશે. 4 થી 14 વર્ષ ના બાળકો માટે ટાબરિયાં ઉત્સવનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે ઉદ્યોગ સાહસિક માટે બિઝલિટ ફેસ્ટ તેમજ ફાઉન્ટન હેડમાં અંગ્રેજી અને હિન્દી ભાષાના શ્રેષ્ઠ સર્જકોની રજૂઆત થશે.

આ વખતે જીએલએફમાં 100થી વધુ વક્તાઓ, લેખકો અને કલાકારો 50 જેટલી જુદી જુદી ઇવેન્ટમાં ભાગ લેશે. નવા લેખકોને મંચ સાથે કવિતા, અને સાહિત્યના કાર્યક્રમો. સાહિત્ય  ડિજિટલ પ્લેટફોર્મ પર વાર્તાલાપ યોજાશે. બિઝનેસ લિટફેસ્ટનું ઉદઘાટન રાજીવ બજાજ કરશે. જ્યારે ઇન્ડિયન સ્ક્રીન રાઇટર્સ ફેસ્ટિવલની ત્રીજી આવૃત્તિનું ઉદઘાટન પ્રોડ્યુસર ગિલ્ડ ઓફ ઇન્ડિયાના પ્રમુખ સિદ્ધાર્થ રોય કપૂર કરશે.

સાહિત્ય એ માત્ર પુસ્તકોનાં બે પૂંઠા વચ્ચે જ ન રહી જાય અને થિયેટર, ફિલ્મ, પત્રકારત્વ, બ્લોગિંગને યોગ્ય પ્લેટફોર્મ મળે, સર્જનાત્મક શક્તિ ધરાવતા લોકોના વિચારો વ્યાપક સ્તરે પહોંચે એ જ જીએલએફનો આશય અને પ્રયત્ન રહ્યો છે.

GLF-9ની વિશેષતાઃ

 • 100 થી વધુ વક્તાઓ, લેખકો, અને કલાકારો 50 અલગ-અલગ ઇવેન્ટ્સમાં ભાગ લેશે
 • GLFના નેજા હેઠળ પાંચ થિમ પર ફેસ્ટિવલ યોજાશે
 • નવા અને ઉગતા લેખકો માટે સૌથી મોટું મંચ
 • ગુજરાતના વિવિધ ક્ષેત્રોના સાહિત્યની ઝલક
 • કવિતા પર ખાસ કાર્યક્રમો
 • ઉગતા નવલકથાકારોના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તકો પર સત્ર
 • ગુજરાતી સાહિત્ય પ્રકાશિત કરતા ડિજિટલ પ્લેટફોર્મ્સ સાથે વાર્તાલાપ
 • ઇન્ડિયન સ્ક્રીનરાઇટર્સ ફેસ્ટિવલની ત્રીજી આવૃત્તિનું ઉદ્ભાટન પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાના પ્રમુખ સિદ્ધાર્થ રોય કપૂર કરશે.
 • ફિલ્મ, ઓટીટી અને સોશિયલ મિડિયાના પ્રવાહો પર સત્રો
 • બોલીવુડના ટોચના પૈકી વીસેક પટકથાકાર, જેવાકે ચારુદત્ત આચાર્ય (આર્યણ્યક), રેશુ નાથ
 • થિયેટરના વરિષ્ઠ કલાકાર રજીત કપૂર ભાગ લેશે
 • રાજ્ય તેમજ શહેરની ઉદ્યોગસાહસિકતા માટેની વૃત્તિની ઉજવણી કરતા બિઝનેસ લિટફેસ્ટનું ઉદઘાટન રાજીવ બજાજ કરશે
 • વ્હિસલિંગ વૂડ્ઝ ઇન્ટરનેશનલ સાથેની ભાગીદારીમાં 11 અને 12 મેના રોજ સ્ક્રીનરાઇટર્સ બનવા ઇચ્છતા લોકો માટે વર્કશોપ્સ
 • અમદાવાદના હાર્દસમા વિસ્તારમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના એર કન્ડિશન્ડ હોલ્સમાં કાર્યક્રમો યોજાશે.
 • ગુજરાતી સાહિત્ય મહોત્સવમાં ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિને લગતા કાર્યક્રમો થશે.
 • ઇન્ડિયન સ્ક્રીનરાઇટર્સ ફેસ્ટિવલ (ISF)માં હિંદી સિનેમાનાં પટકથા લેખકોની ગુજરાતમાં રોચક ઉપસ્થિત રહેશે. આ અનોખા ફેસ્ટિવલનું આયોજન સ્ક્રીનરાઇટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (SWA) સાથે સંયુક્ત રીતે થઈ રહ્યું છે.
 • ટાબરિયાં – 4 થી 14 વર્ષના બાળકોનાં ઑડિયન્સ માટે ખાસ ડિઝાઇન કરવામાં આવેલો ફેસ્ટિવલ છે.
 • બિઝલિટફેસ્ટ – ઉદ્યોગસાહસિકતા, વેપાર અને ઉદ્યોગ એ ગુજરાતની અભિન્ન ઓળખ છે.
 • ફાઉન્ટેનહેડ – અંગ્રેજી અને હિંદીનાં શ્રેષ્ઠ સાહિત્ય અને સર્જકોની રજૂઆત થશે

GLFમાં યોજાનારાં સેશન્સ અને પર્ફોર્મન્સની એક ઝલક

નિષ્ણાતો પાસેથી શીખોઃ

 • વ્હિસ્લિંગ વૂડ્ઝ ઇન્ટરનેશનલ સાથે મળીને સંયુક્ત રીતે બે આખા દિવસના સ્ક્રીનરાઇટર્સ વર્કશોપ: વેબ સિરીઝ અને ફિલ્મો માટે પટકથા લેખનના વર્કશોપ્સ યોજાશે.
 • મે 12-14 દરમિયાન વરિષ્ઠ લેખક કબીર ઠાકોર અને પરેશ વ્યાસ થિયટેર માટે સ્ક્રિપ્ટ લેખન શિખવાડશે

ધ ડિજિટલ એજઃ

 • ઓટીટી પ્લેટફોર્મ્સ પર પિરસાતા મનોરંજનના લાભાલાભ
 • સાહિત્યને લોકો સુધી લઈ જતા ઓનલાઇન પ્લેટફોર્મ્સ સાથે વાર્તાલાપ
 • પ્રાઇમ ટાઇમ પર ભારતીય ડિજિટલ મિડિયાની અસર

બિઝનેસ

 • બજાજ કેપિટલના સીએમડી રાજીવ બજાજ બિઝલિટફેસ્ટનું ઉદઘાટન કરશે અને ચાવીરૂપ પ્રવચન આપશે.
 • વેપારના ઇતિહાસ અને પુસ્તકો વિશે ક્વિઝમાસ્ટર સંજય ચક્રબોરતી બિઝક્વિઝ લેશે

પરંપરા

 • બાળકોમાં ગુજરાતી ભાષાને લોકપ્રિય બનાવવાનો પ્રયાસ
 • દાદા દાદીનો ઓટલો – બાળકો માટે પારંપરિક અને આધુનિક વાર્તા કથન
 • ડાઇસક્યુબ તેના પ્રોડક્ટનું જીએલએફ દરમિયાન અનાવરણ કરશે. બાળકો માતા-પિતા સાથે બોર્ડ ગેમ અને પત્તાની રમતો રમશે.

પરફોર્મન્સ

 • લોકપ્રિય ગાયક હાર્દિક દવેની આગેવાનીમાં ઇકતારા બેન્ડ સંગીત પિરસશે.
 • સુરતનું યુવા બેન્ડ ધ તાપી પ્રોજેક્ટ પારંપરિક સાહિત્ય અને સાંપ્રત સંગીતનું ફ્યુઝન રજૂ કરશે.

આ ઉપરાંત રોજ સમગ્ર દિવસ દરમિયાન વૈવિધ્યસભર વક્તાઓને સાંભળવા મળશે. હવામાનને ધ્યાનમાં રાખીને એએમએ દ્વારા પૂરા પડાયેલા એર-કન્ડિશન્ડ સ્થળો પર કાર્યક્રમો યોજાશે.

જીએલએફ એક સહભાગી ઉત્સવ છે. www.gujlitfest.org વેબસાઇટ પર રજીસ્ટ્રેશન પછી ફેસ્ટિવલમાં પ્રવેશ નિઃશુલ્ક છે. ફેસ્ટિવલ સ્થળે પાર્કિંગ માટે પૂરતી જગ્યા છે. ફેસ્ટિવલમાં વૅલે પાર્કિંગ અને અન્ય સુવિધાઓ પણ છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)