શાંતિ બિઝનેસ સ્કૂલમાં સ્વાતંત્ર્યદિને ‘રાષ્ટ્રધ્વજ’ ફરકાવાયો

અમદાવાદઃ દેશની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ નિમિત્તે શાંતિ બિઝનેસ સ્કૂલમાં ૧૫ ઓગસ્ટે સ્વાતંત્ર્યદિનની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડીન એકેડેમિક્સ ડો. રિંકી રોલા, અને એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર  કેજીકે પિલ્લાઈ સાથે કેમ્પસમાં ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ સહિત ટ્રસ્ટીઓની હાજરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે સંકળાયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિનાં ગીતો, નૃત્ય અને પ્રશ્નોત્તરી સત્રો વગેરેનું આયોજન કર્યું હતું.  આ પ્રસંગે ‘સત્યમેવ જયતે’ના નારાથી કેમ્પસ ગુંજી ઊઠ્યું હતું.