અમેરિકામાં પણ ગુજરાતીઓનો સેવાયજ્ઞ

વોશિંગ્ટનઃ અમેરિકામાં સૌપ્રથમ વાર શુક્રવારે કોરોના વાઇરસના નવા 30,000 કેસો સામે આવ્યા છે, જેથી અમેરિકામાં કોરોના વાઇરસના કુલ કેસ વધીને ,273,000 થયા હતા. આ ઉપરાંત અમેરિકામાં કોરોનાના વાઇરસથી 7,000થી વધુ લોકોનાં મોત થયઈ ચૂક્યાં છે. આ સાથે વિશ્વભરમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 10 લાખને પાર થઈ ચૂકી છે. આમ આ રોગચાળો વિશ્વવ્યાપી બન્યો છે અને આની હજી સુધી કોઈ વેક્સિન કે દવા બનાવી શકાઈ નથી.

 

આવામાં દરેક જણ એકમેકની બને એટલી મદદ કરી રહ્યું છે. આવા સંકટ સમયે ઇન્ડો અમેરિકન કલ્ચર સોસાયટી પણ સમાજની વહારે આવી છે.

આવા કપરા સમયમાં ઇન્ડો અમેરિકન કલ્ચર સોસાયટી ઓફ નોર્ધન અમેરિકાના પ્રમુખ પરિમલ શાહ અને સેક્રેટરી યોગી પટેલ છે, જેઓ લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના પણ  પ્રમુખ છે, તેમણે સંયુક્ત રીતે આશરે 2,500 જરૂરિયાતમંદ લોકોને ફૂડ પાર્સલ પહોંચાડ્યાં હતાં.

ઉત્તરીય અમેરિકાના ભારતીય સંસ્કૃતિ સમાજે આ ફૂડ પાર્સલ માટે મોટા પ્રમાણમાં દાન આપ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે કોરોના વાઇરસ વિશ્વભરના લોકો માટે પ્રણઘાતક વાઇરસ છે. આ કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ ખૂબ જરૂરી છે. આ રોગથી બચવા માટે સુરક્ષિત રહેવું ખૂબ જ જરૂરી છે.

આવા કપરા સમયમાં સમિતિના જે સભ્યોએ ઉદાર હાથે દાન આપ્યું એ માટે તેમનો ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ, એમ આ સંસ્થાના પ્રમુખ પરિમલ શાહે જણાવ્યું હતું. આ ઉપરાંત યોગી પટેલે પણ દાન આપવા સાથે જે સભ્યોએ આ ફૂડ પાર્સલ તૈયાર કરવા માટે મદદ કરી છે તેમનો પણ આભાર માન્યો હતો.