PM મોદી IFSCના ભવનનો 29 જુલાઈએ શિલાન્યાસ કરાશે

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૨૯ જુલાઈએ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આવેલી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી), દેશના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)ની મુલાકાત લેશે. તેઓ ‘ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી’’ના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરશે. તેઓ GIFT-IFSCમાં ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તેમજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)નો પણ શુભારંભ કરશે. વડા પ્રધાન આ સાથે અન્ય કેટલીક મહત્વની જાહેરાતો પણ કરશે.

વડા પ્રધાનને હસ્તે NSE IFSC-SGX કનેક્ટ લોન્ચ કરવામાં આવશે. આ કનેક્ટ હેઠળ સિંગાપોર એક્સચેન્જ લિમિટેડ (SGX)ના સભ્યો દ્વારા મૂકવામાં આવેલા NIFTY ડેરિવેટિવ્ઝ પરના તમામ ઓર્ડર્સ ‘NSE-IFSC ઓર્ડર મેચિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ’ પર રૂટ કરવામાં આવશે તેમ જ મેચ કરવામાં આવશે. આ સિવાય કનેક્ટ GIFT-IFSC પર ડેરિવેટિવ માર્કેટ્સમાં તરલતા (liquidity)વધારશે. જેથી વધુ આંતરરાષ્ટ્રીય સહભાગીઓ જોડાશે અને તેની GIFT-IFSCમાં નાણાકીય ઇકોસિસ્ટમ પર હકારાત્મક અસર જોવા મળશે. ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી બ્રોકર-ડીલર્સ આ કનેક્ટ દ્વારા ડેરિવેટિવ્ઝના વેપાર માટે મોટી સંખ્યામાં ભાગ લેશે તેવી અપેક્ષા છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન, રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી ડો. ભગવત કિશનરાવ કરાડ તેમ જ કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહેશે.

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આવેલી ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી (IFSCA) જે ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો (IFSCs)માં નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓના વિકાસ-નિયમન માટે એકીકૃત નિયમનકાર છે.