અમદાવાદ: ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ક્યારેક ઠંડી તો ક્યાંરેક ગરમી આખા ગુજરાતમાં વરતાય રહી છે. આ વચ્ચે વધતી ઘટતી ગરમી અને ઠંડી વચ્ચે લોકો સ્વાસ્થ્ય બગડવાની ફરીયાદોમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. સોલા હોસ્પિટલમાં OPD રોજની 1 હજારને પાર પહોંચી ગઈ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા એક સપ્તાહમાં 7744થી વધુ ઓપીડી નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે જેમાં ઝાડા ઉલટીના 84 કેસ,વાઇરલ હિપેટાઇટિસનાં 21 કેસ,વાયરલ ઇન્ફેક્શનના 130 દર્દીને દાખલ કરવાની ફરજ પડી છે. પીડિયાટ્રિક વિભાગમાં 53 જેટલા દર્દી હાલ સારવાર હેઠળ છે.તો બીજી તરફ પીડિયાટ્રિક વિભાગમાં રોજની ઓપોડી 100ને પાર છે.
નોંધનીય બાબત છે કે પાછલા ઘણા દિવસથી ગરમીમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો હોત. ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાંજ એપ્રિલ અને મે જેવી ગરમી નોંધાય રહી છે. ત્યારે પાછલા 24 કલાકમાં એકાએક તાપમાનમાં 2.50 ડિગ્રી ગગડ્યું હતું. હવામાન વિભાગે આગામી દિવસોમાં તપામાન વધવાની પણ આગાહી વ્યક્ત કરી છે.
