અમદાવાદ: શહેરમાં સતત બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. બેવડી ઋતુના મારથી રોગચાળામાં પણ સતત વધારો નોંધાય રહ્યો છે. વકળતા રોગચાળાને લઈ તબીબોએ પણ બહારનું ખાવાનું ટાળવાની સલાહ આપી છે. દર વર્ષ કરતા આ વર્ષે બેવડી ઋતુના કારણે સોલા સિવિલમાં દર્દીઓની વધુ ઓપીડી નોંધાય રહી છે. આ સપ્તાહમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની ભીડ રહી છે. સોલા સિવિલની ઓપીડી 12 હજારથી વધુ દ ર્દીઓની સંખ્યા નોંધાઇ છે જ્યારે 4 હજારથી એડમિટ કરવાનની ફરજ પડી છે તો હાલ વાયરલ ઇન્ફેક્શનના 103 દર્દી એડમિટ કર્યા છે બાળકોની ઓપીડી વધતા તબીબે સાવચેતી રાખવા કરી અપીલ કરી છે બાળકોની ઓપીડી 100ને પાર છે જ્યારે 40 થી વધુ બાળકને એડમિટ કરવાનું ફરજ પડી છે.
ત્યારે બીજી બાજુ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી રોગચાળો વકર્યો છે. જેમાં શરદી-ઉધરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગત સપ્તાહમાં પણ શરદી-ઉધરસના કુલ 949 અને સામાન્ય તાવના 800 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે જોખમી ટાઇફોઇડ તાવના 2 અને કમળાનો પણ 1 દર્દી સામે આવ્યો હતો. જોકે, મચ્છરજન્ય મેલેરિયા અને ડેન્ગ્યુનો કોઈપણ કેસ નોંધાયો નથી. કુલ દર્દીઓની સંખ્યા 1937 થતા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે અને રોગચાળો કાબુમાં રાખવા ફોગીંગ સહિતની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે.પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. અને મનપાના ચોપડે વિવિધ રોગોના 1937 કેસ નોંધાયા હતા. જેમાં શરદી-ઉધરસના 949 કેસ, ઝાડા-ઉલટીના 185, સામાન્ય તાવના 800 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અતિ જોખમી ગણાતા ટાઇફોઇડ તાવના 2 કેસ અને લાંબા સમય બાદ કમળાનો પણ 1 કેસ નોંધાયો છે. જોકે, આ આંકડાઓ સરકારી આરોગ્ય કેન્દ્રોના છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકોને ધ્યાનમાં રાખીએ તો કુલ દર્દીનો આંકડો 9,000 કરતા વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)