‘જીવો’ના અમદાવાદ ચેપ્ટરનો પ્રારંભઃ પગદંડીને પ્રાથમિકતા

અમદાવાદ- જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન (જીઓ) અને જૈન ઈન્ટરનેશનલ વૂમન ઓર્ગેનાઈઝેશન(જીવો)ના અમદાવાદ ચેપ્ટરનો અમદાવાદમાં પ્રારંભ થયો છે. આ પ્રસંગે સીએમ રુપાણી ઉપસ્થિત હતાં.સીએમે આ કાર્યક્રમમાં જણાવ્યું કે વિવિધ ધર્મસ્થાનકોએ પગપાળા જતાં યાત્રાળુઓની સલામતી માટે પગદંડી નિર્માણ હાથ ધરાયું છે. જે અંતર્ગત 250 કરોડ રુપિયાના ખર્ચે પાલીતાણાથી વલભીપુર વચ્ચેનો પગદંડી પાયલોટ પ્રોજેક્ટ આ વર્ષે પૂર્ણ કરાશે.

સર્વધર્મ સમાનતા પરભાર મૂકતાં રુપાણીએ જણાવ્યું કે તારંગા હિલના પ્રોજેક્ટનો રીવ્યૂ કર્યો છે. રાજ્યમાં બુદ્ધિસ્ટ સર્કિટનો વિકાસ કરવામાં આવી રહ્યો છે અને તે દ્વારા બધા ધર્મોના સ્વીકાર સાથે સર્વધર્મની ભાવના સાકાર કરતા બધા તીર્થસ્થાનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે.

ભારત સરકારના અલ્પ સંખ્યક બોર્ડના સભ્ય સુનીલ સિંધીએ કહ્યું કે જૈન સમાજને અલ્પસંખ્યકનો દરજજો મળી ગયો છે. પરંતુ હજુ શૈક્ષણિક ક્ષેત્રે વધુ પ્રગતિ કરવાની જરૂર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]