અમદાવાદ: ગુજરાતમાં શિયાળાના વિવિધત રીતે વિદાય થવાની શરૂ થઈ ચૂકી છે. શિયાળાની વિદાય પહેલાજ રાજ્યમાં ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં જ એપ્રિલ મહિના જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ બાદ ઉકળાટ જોવા મળ્યો છે. શિવરાત્રી તહેવાર આવતા જ ઠંડી વિદાય લઈ રહી છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો છે. મહાનગરોનું તાપમાન અંદાજે 32 ડિગ્રી આસપાસ નોંધાયું હતું.
હવામાન વિભાગ પ્રમાણે હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાય રહ્યા છે. જેના કારણે ગરમીમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઉકળાટ વધાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌથી વધુ ગરમીની અસર કચ્છમાં જોવા મળશે. ગત 25 ફેબ્રુઆરીના રોજ સૌથી વધુ દમણ અને સુરતમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 34.9, ગાંધીનગરમાં 35 ડિગ્રી, ડીસામાં 33.2, વડોદરામાં 35, નલિયામાં 35.6 ડિગ્રી નોંધાયું, વડોદરા 35.0 ડિગ્રી, અમરેલી 36.2 ડિગ્રી, ભાવનગર 35.4 ડિગ્રી, પોરબંદર 36.5 ડિગ્રી, રાજકોટ 36.9 ડિગ્રી અને મહુવામાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી કરી છે. રાજ્યમાં ગઈકાલે મહત્તમ તાપમાનમાં વધારો જોતાં સૌથી વધુ કેશોદ, દમણ અને સુરત ગરમ રહ્યું. હવામાન વિભાગે કચ્છમાં યલો એલર્ટ જાહેર કર્યું. રાજ્યના મહત્તમ તાપમાનમાં વધારો થતાં બે દિવસ એટલે 26 અને 27 ફેબ્રુઆરીના દિવસે ઉનાળાની ગરમીની વધુ અસર જોવા મળશે. દરિયાઇ કાંઠાના વિસ્તારમાં પણ ગરમીની વધુ અસર રહેશે.
