ગુજરાતમાં સ્વાઈન ફ્લૂએ લીધો ભરડો, વધુ 91 કેસ નોંધાયા…

અમદાવાદઃ રાજ્યમાં સ્વાઈન ફ્લૂએ ભરડો લીધો છે. ચાલુ વર્ષે રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કુલ 1431 જેટલા કેસો નોંધાયા છે. અત્યારે સ્વાઈન ફ્લૂના કુલ 567 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે સ્વાઈન ફ્લૂના વધુ 91 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 35 અને વડોદરામાં 22 કેસ નોંધાયા છે. ભાવનગર અને આણંદમાં સ્વાઈન ફ્લૂના 4 કેસ નોંધાયા છે. સુરતમાં ચાલુ વર્ષે સ્વાઈન ફ્લૂના 43 કેસ નોંધાયા છે. હાલમાં સ્વાઈન ફ્લૂના કુલ 43 જેટલા કેસ નોંધાયા છે. અત્યારે  કુલ 15 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં બે વેન્ટિલેટર પર, 5 દર્દી ઓક્સિજન પર સારવાર હેઠળ છે.

સુરતમાં ચાલુ વર્ષે સ્વાઈન ફ્લૂના 43 કેસ નોંધાયા હતા. હાલમાં સ્વાઈન ફ્લૂના 15 દર્દીઓ સારવાર હેઠળ છે. બે વેન્ટિલેટર પર,5 દર્દી ઓક્સિજન પર સારવાર હેઠળ. ગત રોજ ઇસ્ટ ઝોનમાં આવેલા અશ્વિની કુમાર રોડ પર રેહતા 63 વર્ષય વૃદ્ધ નો સ્વાઈન ફલૂ રિપોર્ટ પોજીટિવ આવ્યો. વર્ષ 2019માં સુરત શહેરમાં એક પણ દર્દીનું મોત નોંધાયું નથી.

આણંદમાં સ્વાઈન ફ્લૂથી વૃદ્ધનું મોત થયુ હતુ. 73 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. આણંદમાં સ્વાઈન ફ્લૂથી કુલ 3નાં મોત થયા છે. 24 લોકોના સ્વાઈન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મોટા ભાગે શિયાળામાં આ રોગ વકરતો હોય છે હાલ જ્યાં જૂઓ ત્યાં સ્વાઈન ફ્લૂનો કહેર દેખાઈ રહ્યો છે. આ રોગ ચેપી રોગ હોવાથી તેમાં સાવધાની એ જ શ્રેષ્ઠ ઉપાય છે.

સ્વાઈન ફ્લૂને લઈને કોંગ્રેસ દ્ગારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. મવડી વિસ્તારમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિરે કાર્યક્રમ યોજાયો હતો. વોર્ડ નં.12-13ના કોર્પોરેટર દ્ગારા ઉકાળા અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.