સૂરત- ઓનલાઇન શોપિંગના શોખીનોમાં ભાગ્યે જ કોઇ એવું હશે જેણે શૂઝ ન મંગાવ્યાં હોય. બ્રાન્ડેડ કંપનીના ચમચમતાં બૂટ ક્યાંક નકલી તો નથી તેની ખરાઇ કરવી પડે તેવો કિસ્સો આજે બહાર આવ્યો હતો. સૂરતના ઉધનામાં નકલી બ્રાન્ડેડ શૂઝનું ગોડાઉન ઝડપાયું છે.પોલિસે કોપીરાઇટની ટીમ સાથે રાખી કરાયેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે કે આ તમામ શૂઝ ઓનલાઇન વેચવામાં આવતાં હતાં. ગોડાઉનમાંથી અંદાજે 2.53 કરોડ રુપિયાની કીમતના નકલી શૂઝ મળી આવ્યાં છે.
જે નકલી બ્રાન્ડ મળી આવી તેમાં નાઇક, પૂમા, એડિડાસ જેવી કંપનીઓના નામનો છે. ઉધનાના રોડ નંબર છ પરનું આ ગોડાઉન તેના માલિક રણછોડે બે માસ પહેલાં સમીર નામની વ્યક્તિને ભાડે આપ્યું હતું. પોલિસ્ સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરી દીધી છે.