સૂરત-એકતરફ ફેક ન્યૂઝ અંગે કેન્દ્ર સરકારના દિશાનિર્દેશો પર મચેલી બબાલ શાંત પડી નથી ત્યાં સૂરતમાં મીડિયા પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. પોલિસ સ્ટેશનોમાં અંદર આવવાની મનાઇ ફરમાવતો આદેશ સૂરત પોલિસ કમિશનર સતીષ શર્માએ બહાર પાડ્યો છે.
સૂરત પોલિસ કમિશનરે આ આદેશમાં પોલિસ મથકને જણાવ્યું છે કે પોલિસ સ્ટેશન અથવા ઘટનાસ્થળ પર રીપોર્ટિંગ માટે જતાં પહેલાં પત્રકારોએ પોલિસ ઇન્સ્પેક્ટર અથવા થાણા ઇન્ચાર્જની મંજૂરી લેવી પડશે. આ આદેશમાં મીડિયાકર્મીઓ પર નિયંત્રણની વાત કરવામાં આવી છે.