ગાંધીનગર- રાજયમાં થયેલ સારા વરસાદના પરિણામે રાજ્યભરમાં ૩૮.૭૧ લાખ હેકટરમાં વિવિધ પાકનું વાવેતર થયું છે. રાજયમાં સરેરાશ ૮૩૧ મી.મી. ની સામે જુલાઈ માસ સુધીમાં ૪૦૧.૪૪ મી.મી. (૪૮.૩૧%) મી.મી. વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં વધુ વરસાદના કારણે લીલા દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઇ છે. જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતરોના ઉભા પાક્માં પાણી ભરાઇ જતાં પાક નિષ્ફળ જવાની શક્યતાઓ ઉભી થવા પામી છે. આવા સંજોગોમાં ઉભા પાક્ને બચાવવા તથા પાક સંપુર્ણ નિષ્ફળ ગયો હોય ત્યાં તથા નવા પાક્નું વાવેતર ક્રવા ખેતી નિયામક દ્વારા ભલામણ ક્રાઇ છે.
પાક આ રીતે બચાવી શકાશે
ઉભા પાક્ને બચાવવા માટે શક્ય તેટલી ઝડપે ખેતરમાં ભરાયેલ પાણીનો નિકાલ ક્રવો જેથી પાક બચાવી શકાય. ઉભા પાકમાં રોગગ્રસ્ત અને નબળા સુકા છોડ ઉપાડી નાખવા. આંતરપાક પધ્ધતિ અપનાવી જોખમમાં ઘટાડો કરવો. વરાપ થયેથી પુન: આંતરખેડ કરવી. જેથી પાકને પુરતા પ્રમાણમાં ઓક્સીજન મળી રહે અને પાકનો યોગ્ય વિકાસ થાય. સુકારા અને મૂળખાઇ જેવા રોગથી પાકને બચાવી શકાય. વરસાદ રોકાય ત્યારે ઉભા પાક્ની અવસ્થાને ધ્યાને લઇ પૂરતો ખાતરનો હપ્તો આપવો તથા એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ ક્રવો. ગંધક તત્વની ઉણપવાળા વિસ્તારોમાં પૂર્તી ખાતર તરીકે યુરિયાની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ આપવું.
મગફળીના પાક્માં લોહ તત્વની ઉણપના કારણે પાન પીળા પડી ગયેલ હોય તો ૧૦ લી. પાણીમાં ૫૦ ગ્રામ હીરાક્શી (ફેરસ સલ્ફેટ) અને ૨૫ મી.લી. ચુનાનું દ્ગાવણ ભેળવીને છંટકાવ ક્રવો. ગેરૂ અને ટીક્કા રોગના નિયંત્રણ માટે ૧૦ લીટર પાણીમાં કાર્બેન્ડાઝીમ ૫ ગ્રામ અથવા મેન્કોઝેબ -૨૫ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૨૫ ગ્રામ પૈકી કોઇ એક્ દવાનો છંટકાવ ક્રવો અને જરૂર જણાય તો વારા ફરતી ૧૦-૧૨ દિવસના અંતરે ફરી છંટકાવ ક્રવો.
કપાસના પાક્માં ચુસિયા તથા ઇયળ વર્ગની જીવાતનો ઉપદ્રવ જણાય તો મોનોક્રોટોફોસ ૧૦ મી.લી. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. મૂળખાઇના રોગના નિયંત્રણ માટે ઝાયનેબ ૨૫ ગ્રામ, મેન્કોઝેબ ૨૫ ગ્રામ પ્રમાણે ઓગાળી દ્રાવણ છોડના મૂળમાં રેડવું. વધુ વરસાદથી એકમ વિસ્તારમાં છોડની સંખ્યા ઓછી થઇ ગઇ હોય તો રીલે પાક તરીકે દિવેલા અથવા તુવેર ઓગષ્ટ માસના અંત સુધીમાં વાવેતર કરી શકાય.