રાજયમાં શાળા પ્રવેશોત્સવ ર૩-રપ જૂને યોજાશે : શિક્ષણપ્રધાન

અમદાવાદઃ રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને હસ્તે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થશે. શાળા પ્રવેશોત્સવની ૧૭મી શૃંખલા ર૩થી રપ જૂન, ર૦રરમાં યોજવામાં આવશે. મુખ્ય પ્રધાન રાજ્યમાં બનાસકાંઠાના વડગામ તાલુકાની મમેદપુરા પ્રાથમિક શાળાથી શાળા પ્રવેશોત્સવ કરાવવાના છે. જે અંતર્ગત આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પ્રધાનમંડળના સભ્યો, પદાધિકારી તથા ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તેમને જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા હતા.

શિક્ષણપ્રધાન જિતુભાR વાઘાણીએ આ વિશે વિગતવાર જણાવ્યું હતું કે રાજ્યભરની ૩ર,૦૧૩ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન મુખ્ય પ્રધાનનના દિશા-નિર્દેશમાં થશે. રાજ્ય સરકારના IAS, IPS, IFS તેમજ વરિષ્ઠ અધિકારીઓ અને વર્ગ-૧ના અધિકારીઓ, પદાધિકારીઓ સહિત કુલ 356 અધિકારીઓ અને પ્રધાનો  રાજ્યભરના ગામ, નગર અને શહેરોમાં જઈને શાળામાં ભુલકાંઓનો શાળાપ્રવેશ કરાવે છે. બીજા દિવસે તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર નિઝરના રૂમકી તળાવ ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન CM કરાવશે તેમ જ ત્રીજા દિવસે અમદાવાદના મેમનગર ખાતે તેઓ ઉપસ્થિત રહેશે, એમ તેમણે કહ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યની પ્રાથમિક શિક્ષણની સ્થિતિ, ગુણવત્તા અને રેશિયો સુધારવા તથા દીકરીઓના શિક્ષણને વેગ આપવા ર૦૦૩થી શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી રથયાત્રાનો ઉપક્રમ શરૂ કરાવ્યો છે.

આના પરિણામે રાજ્યમાં ૧૯૯૦-૯૧માં જે ડ્રોપ આઉટ રેઇટ ૬૪.૪૮ ટકા જેટલો ઊંચો હતો તે ઘટીને ર૦ર૦-ર૧માં ૩.૭ ટકા જેટલો નીચો આવી ગયો છે. એટલું જ નહિ, ર૦૦૪-૦પમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ૯પ.૬પ ટકા હતો તે વધીને ર૦ર૦-ર૧માં ૯૯.૦ર ટકા જેટલો ઊંચો ગયો છે.