જન્માષ્ટમીમાં પારણાંની પતરાળીનું ઘૂમ વેચાણ

અમદાવાદઃ  ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ મથુરા સહિત દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ધૂમધામથી ઊજવવામાં આવ્યો હતો. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે લખ્યું કે તમામ દેશવાસીઓને જન્માષ્ટમીના પાવન-પુનીત અવસરે હાર્દિક શુભેચ્છાઓ. ભક્તિ અને ઉલ્લાસનો આ ઉત્સવ દરેકના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય લઈને આવે. જય શ્રીકૃષ્ણ!

કૃષ્ણ જન્મોત્સવ- જન્માષ્ટમીની ઉજવણી થાય પછી પારણાંમાં ઘણાં પ્રાંતમાં પ્રભુને પતરાળી સાથે અનેક ભોજન-મિષ્ટાન ધરાવવામાં આવે છે. પારણાંમાં કૃષ્ણને ધરાવવામાં આવતી  પતરાળીમાં વિવિધ શાક, ભાજી, કઠોળ હોય છે. શહેરમાં જન્માષ્ટમીના દિવસે અને પારણાંની સવારે પતરાળીનું ધૂમ વેચાણ થતું જોવા મળ્યું હતું. શાક માર્કેટમાં તૈયાર પતરાળી, વિવિધ શાકભાજી  કઠોળ સાથે સજાવેલી લારીઓ મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા.

પારણાં માટે તૈયાર કરાતી પતરાળીના શાકભાજી આ વર્ષે  મોંઘાદાટ હોવા છતાં ખરીદીમાં ઓટ આવી નહોતી. ક્યાંક શાકભાજીના વેપારીઓએ દ્વારા તહેવારોની તક ઝડપી ચીજવસ્તુઓ મોંઘી કરી દીધી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)